ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહ વિભાગની જાહેરાત: હવે 11 નવેમ્બર સુધી રાત્રી કરફ્યૂ અમલી, રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 સુધી કરફ્યૂ - Curfew in 8 municipal areas

ગુજરાત રાજ્યમાં કોરોના હવે કાબૂમાં છે, ત્યારે કોરોના સંક્રમણ હજુ પણ વધુ કાબુમાં આવે અને તમામ જિલ્લાઓમાં એક પણ કેસ ન નોંધાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. આજે 8 ઓક્ટોબરે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar

By

Published : Oct 8, 2021, 10:33 PM IST

  • કોરોના સંક્રમણ પર રોક લગાવા કરફ્યૂ અમલી
  • ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર કરાઇ જાહેરાત
  • 11 નવેમ્બર સુધી કરફ્યૂ અમલી

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના હવે કાબૂમાં છે, ત્યારે કોરોના સંક્રમણ હજુ પણ વધુ કાબુમાં આવે અને તમામ જિલ્લાઓમાં એક પણ કેસ ન નોંધાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. આજે 8 ઓક્ટોબરે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 8 મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલી રહેશે.

ગૃહ વિભાગની જાહેરાત: હવે 11 નવેમ્બર સુધી રાત્રી કરફ્યૂ અમલી, રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 સુધી કરફ્યૂ

રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારમાં કરફ્યૂ લાગુ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ રાત્રી કરફ્યૂ અમલી છે.

દિવાળીની ઉજવણી રાત્રી કરફ્યૂમાં

ભૂતકાળની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો બીજી લહેર પહેલા દિવાળીના તહેવારોમાં કોરોનાની ગાઇડલાઇનનો ગયા વર્ષે બેફામપણે પાલન કરવામાં આવ્યું ન હતું અને અંતે બીજી લહેરે દસ્તક દીધી હતી. આ વર્ષે પણ આવી ઘટના ફરી ન થાય તે માટે ખાસ આ વર્ષે દિવાળીના તહેવારોમાં રાત્રી કરફ્યૂ અમલી કરી દેવામાં આવ્યો છે.

રાત્રીના કરફ્યૂ અમલી

વર્તમાન સમયમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા નથી, ત્યારે મહાનગરપાલિકામાં કેસને કાબુમાં રાખવા માટે રાત્રી કયુફ્યુ રાજ્ય સરકાર દ્વારા અમલી રાખવામાં આવ્યો છે. આમ 11 નવેમ્બર સુધી રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી 8 મહાનગરપાલિકામાં રાત્રી કરફ્યૂ અમલી રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં હવે રાત્રે 12 થી સવારે 6 સુધી કરફ્યૂં

આ પણ વાંચો: અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સંચાલિત ટી- સ્ટોલનું ઉદ્દઘાટન કરી મુખ્યપ્રધાન સાથે માણી ચા

ABOUT THE AUTHOR

...view details