ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાના સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણી બાબતે આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ જગ્યાએ ટેન્કર રાજ આવે નહીં તે બાબતે કેબિનેટ બેઠકમાં પણ (Discussion on Narmada Water in Cabinet Meeting) ચર્ચા કરવામાં આવી છે. ત્યારે ફરી સરકાર દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે. કે જેમાં મુંગા પશુઓને ઘાસચારો સમયસર મળતો રહે તે માટે ઘાસચારાના વાવેતર માટે ખેડૂતોને ઉપયોગી એવા નર્મદાનું પાણી છોડવામાં આવશે.
વાવણી ન કરવા અપીલ -સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી (Narmada Water for Fodder Cultivation) આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર (Fodder Planting in Summer) કરવામાં આવે છે.
આ પણ વાંચો :Narmada Water Resources Gujarat: છેવાડાંના ગામો પાણીથી વંચિત, નર્મદા નદી મુદ્દે ભાજપને ઘેરતી કોંગ્રેસ