ગુજરાત

gujarat

ETV Bharat / city

20,000 કરોડ ખર્ચવા રાજી થયેલી સરકાર શું વિપક્ષો પાસેથી આ 'ચૂંટણી મુદ્દો' છીનવી લેશે? - શાળાઓ અંગે ગુજરાત હાઇકોર્ટની ટીપ્પણી

વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હાઇકમાન્ડ્સની ગુજરાતલક્ષી વાતો વધી રહી છે. ત્યારે શિક્ષણનો મુદ્દો (Election Agenda for Gujarat Election 2022) એમાં ન હોય એ બને જ નહીં. ત્યારે ભાજપ સરકાર પણ કાંડા સજાવી રહી છે. સરકારે 20,000 કરોડના ખર્ચે શાળાઓની હાસત (Dilapidated School Rooms in Gujarat) સુધારવા તૈયારી કરી છે.

20,000 કરોડ ખર્ચવા રાજી થયેલી સરકાર શું વિપક્ષો પાસેથી આ 'ચૂંટણી મુદ્દો' છીનવી લેશે?
20,000 કરોડ ખર્ચવા રાજી થયેલી સરકાર શું વિપક્ષો પાસેથી આ 'ચૂંટણી મુદ્દો' છીનવી લેશે?

By

Published : May 11, 2022, 6:45 PM IST

Updated : May 11, 2022, 7:07 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022)ગણતરીના મહિનાઓની જ વાર છે. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી બંને પક્ષો રાજ્યના શિક્ષણ વ્યવસ્થા અને શાળાની પરિસ્થિતિના (Status of schools in Gujarat) આધારે જ ચૂંટણી લડવાના મૂડમાં છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતમાં ભાવનગર ખાતે શિક્ષણનો મુદ્દો (Election Agenda for Gujarat Election 2022)બનાવીને શાળાની મુલાકાત કરી હતી અને શાળાના ઓરડાઓ જર્જરિત (Dilapidated School Rooms in Gujarat) હોવાનું નિવેદન પણ આપ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર હવે રાજ્યના તમામ જર્જરિત શાળાના ઓરડા તૈયાર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ચૂંટણી 2022 માટે ચૂંટણી મુદ્દાઓમાં હવે આ મુદ્દો છીનવાઇ જશે?

રાજ્યમાં શાળાઓના મકાનોની આવી હાલત વચ્ચે બાળકો ભણે છે

17,000 જેટલા ઓરડાઓ તૈયાર કરવામાં આવશે-શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા 17,000 જેટલા જર્જરીત ઓરડાઓને (Status of schools in Gujarat)નવા ઓરડામાં ફેરવી દેવામાં આવશે. આ બાબતે સમયસર ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને અનેક જગ્યાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં જ રીતે મકાનોનું કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ જો સમગ્ર પ્રોજેક્ટની કોસ્ટની વાત કરવામાં આવે તો 20,000 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરશે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની જર્જરીત શાળાઓને (Dilapidated School Rooms in Gujarat) નવો લtક આપીને વિપક્ષોને શિક્ષણના મુદ્દે સરકાર દૂર રાખશે.

આ પણ વાંચોઃ વિકાસના પોકળ દાવાઃ 357 વિદ્યાર્થી વચ્ચે માત્ર 3 ઓરડા...

વિધાનસભા ગૃહમાં શિક્ષણપ્રધાને કરી હતી જાહેરાત- ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે સરકારને જર્જરિત શાળાઓ અને ઓરડા (Dilapidated School Rooms in Gujarat) બાબતે અનેક આક્ષેપ(Status of schools in Gujarat) કર્યા હતાં. ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ વિધાનસભા ગૃહમાં જ નવા ઓરડા બનાવવાની તાત્કાલિક ધોરણે જાહેરાત કરી હતી ત્યારે હવે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે નવા ઓરડાની કામગીરી બાબતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે નવા ઓરડાઓ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ સરકારને એક જ વિનંતી છે કે અમને શાળાનાં ઓરડા બનાવી આપે...!

કયા જિલ્લામાં કેટલા ઓરડાઓની અછત - રાજ્યમાં શાળાઓમાં ઓરડાની કમી (Dilapidated School Rooms in Gujarat)મુદ્દે આંકડાકીય વિગત જોઇએ તો સુરેન્દ્રનગર 508, બોટાદ 119, અમદાવાદ 477, સુરત 285, જૂનાગઢ 356, અમરેલી 319, નવસારી 352, વલસાડ 759, બનાસકાંઠા 1532, મહેસાણા 947, ગાંધીનગર 427, નર્મદા 183, રાજકોટ 373, પોરબંદર 57, તાપી 162, ડાંગ 154, કચ્છ 885, મોરબી 146, આણંદ 782 , ભરૂચ 598, જામનગર 302,દેવભૂમિ દ્વારકા 185, ખેડા 1089,મહીસાગર 630,દાહોદ 1688, પંચમહાલ 1209, ગીર સોમનાથ 188, ભાવનગર 966, પાટણ 694, અરવલ્લી 734, સાબરકાંઠા 941, બરોડા 505 અને છોટાઉદેપુર 576.

સરકારી શાળાઓની દયનીય હાલતની બોલતી તસવીર

ચૂંટણીમાં શિક્ષણ મુદ્દે સરકાર આપશે જવાબ- ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણના મુદ્દાને (Status of schools in Gujarat) વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા શિક્ષણના મુદ્દા (Election Agenda for Gujarat Election 2022)ઉપર જ અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે તૈયારીઓ કરી લેવામાં આવી છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજ્ય સરકાર કોઈપણ વિપક્ષને શિક્ષણના મુદ્દાથી વિધાનસભાની ચૂંટણી લડવાની મોકો નહીં આપે. પરંતુ રાજ્ય સરકારે જે કામ હાથમાં લીધું છે અને ગણતરીના મહિનાઓમાં જ કરવાનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકાર પણ વિપક્ષ અને શિક્ષણ મુદ્દે કરેલા કાર્યો મુદ્દે જવાબ આપશે.

આ પણ વાંચોઃ સરકારી શાળાઓમાં કેમ ઓરડા ઓછા છે, કોંગ્રેસના સવાલ પર વિધાનસભામાં ઘેરાઈ રાજ્ય સરકાર

ગુજરાત હાઈકોર્ટે કરી હતી ટકોર - રાજ્યમાં શાળાઓ અને શાળાના ઓરડા (Dilapidated School Rooms in Gujarat) બાબતે શાળાઓ અંગે ગુજરાત હાઇકોર્ટની ટીપ્પણી કરવામાં આવી હતી. 22 એપ્રિલના રોજ રાજ્યની શાળાઓની જર્જરિત હાલત(Status of schools in Gujarat) અને સુવિધાના અભાવે લઇને હાઇકોર્ટે રાજય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. હાઈકોર્ટે ટકોર (Remarks of Gujarat High Court regarding schools)કરી હતી કે કેટલીક શાળાઓમાં છોકરીઓ માટે શૌચાલયની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો છે, અનેક શાળાઓમાં પીવાના પાણીની સમસ્યા સાથે જ કેટલીક શાળાઓ ભાડાના મકાનમાં ચાલે છે. ત્યારે રાજ્યની કેટલી શાળાઓમાં સુવિધાનો અભાવ છે તે અંગેની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે અંગેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવાની રાજ્ય સરકારને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે 37 જેટલી શાળાઓ જ જર્જરિત હાલતમાં હોવાનો અહેવાલ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

Last Updated : May 11, 2022, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details