- ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો
- રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા એનાયત કરાઈ ડીગ્રી
- સરકારે 30 એકર જમીનની ફાળવણી કરી
ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે પ્રથમ વખત સમગ્ર વિશ્વમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. યુનિવર્સિટી મોદીના સમયકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી, ત્યારે આજે પ્રથમ વખત પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી.
સરકારે 30 એકર જમીનની ફાળવણી કરી
રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમયકાળ દરમ્યાન જ યુનિવર્સિટીનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગીફ્ટ સીટીની બાજુમાં આવેલા શાહપુર ગામની આસપાસ 30 એકરની જમીન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને આપવામાં આવી છે. જેમાં આવનારા સમયમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પોતાના અનેક પ્રોજેક્ટ અને નવા બિલ્ડિંગ બનાવીને યુનિવર્સિટીનો વ્યાપ વધારવામાં આવશે.