ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લિકેશનને દેશમાં પ્રથમ પુરસ્કાર એનાયત થયો

રાજ્યના નાગરિકોને સુરક્ષા સહિતની વિવિધ યોજનાઓના લાભો ઘરઆંગણે પૂરા પાડવા માટે ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સને પ્રાધાન્ય આપ્યુ છે. ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયુ છે. દેશના તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાં સંચાલિત સી.સી.ટી.એન.એસ એપ્લિકેશન અંતર્ગત ગુજરાતના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લિકેશને પ્રથમ ક્રમ હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા ઓનલાઇન સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી.કિશનરેડ્ડીના હસ્તે એનાયત થયો છે.

રાજ્યના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લિકેશનને દેશમાં પ્રથમ પુરસ્કાર એનાયત થયો
રાજ્યના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લિકેશનને દેશમાં પ્રથમ પુરસ્કાર એનાયત થયો

By

Published : Dec 16, 2020, 11:09 PM IST

CCTNS એપ્લિકેશન અંતર્ગત ગુજરાતના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ પ્રથમ ક્રમ પર

એપ્લિકેશન મારફતે નાગરિકોને ઘેર બેઠા પોલીસની અનેક સેવાઓ મળે છે

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન

ગાંધીનગર:રાજ્યના નાગરિકોને સુરક્ષા સહિતની વિવિધ યોજનાઓના લાભો ઘરઆંગણે પૂરા પાડવા માટે ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સને પ્રાધાન્ય આપ્યુ છે. ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયુ છે. દેશના તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાં સંચાલિત સી.સી.ટી.એન.એસ એપ્લીકેશન અંતર્ગત ગુજરાતના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લીકેશને પ્રથમ ક્રમ હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા ઓનલાઇન સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી.કિશનરેડ્ડીના હસ્તે એનાયત થયો છે.

રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગૃહ વિભાગના અધિકારીઓને પાઠવ્યા અભિનંદન

રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગૃહ વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે, ગુજરાત સરકારના આયોજનના પરિણામે સફળતા મળી છે. રાજ્યના નાગરિકોને સુદ્રઢ સલામતી અને વિવિધ જનહિતલક્ષી યોજનાઓના લાભો ઇ-ગુજકોપના સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લિકેશન મારફતે પોલીસની અનેક સેવાઓ નાગરિકોને ઘેર બેઠાં ઓનલાઇન આપવામાં આવે છે. જેમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઇ.આર.ની કોપી, ગુમ થયેલી વ્યક્તિની માહિતી, બિન વારસી મૃતદેહની માહિતી, ભાડુઆત, ઘરઘાટી, સિનીયર સીટીઝનની નોંધણી, નાગરિકોના વાંધા પ્રમાણપત્ર, પોલીસ વેરીફિકેશનની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

ઇ-ગુજકોપમાં કઈ સેવાઓનો થયો સમાવેશ?

આ કોન્ફરન્સમાં પોલીસ મહાનિરીક્ષક એસ.સી.આર.બી. દ્વારા ઇ-ગુજકોપની વિવિધ વિગતો આપવામાં આવી હતી. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ 725 પોલીસ સ્ટેશન અને અન્ય 1348 પોલીસ કચેરીઓ ખાતે હાલ કાર્યરત છે. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત તમામ પોલીસ સ્ટેશન ખાતે કોમ્યુટર, પ્રિન્ટર અને કનેક્ટીવીટી ફાળવવામાં આવી છે. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજયમાં નોંધાતી તમામ FIR 24 કલાકમાં ઓનલાઇન અપલોડ થાય છે. વડાપ્રધાન કચેરી દ્વારા તમામ રાજ્ય/કેન્દ્રસાશિત પ્રદેશમાં સંચાલિત સી.સી.ટી.એન.એસ. એપ્લિકેશનનું દરેક માસના અંતે પ્રગતિ ડેશબોર્ડ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવે છે. 31 મે,2018થી પ્રગતિ ડેશબોર્ડમાં ગુજરાત સતત પ્રથમ સ્થાને રહ્યું છે.

કોર્ટમાં પણ ઉપયોગી સાબિત થયું ઇ-ગુજકોપ

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-20માં ઇ-ગુજકોપના વિસ્તરીકરણ પોલીસ ચોકીઓ અને આઉટ પોસ્ટ સુધી કરવામાં આવેલા છે. જેનાથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પણ પોલીસ ખાતાની સેવાઓનો લાભ મળી રહ્યો છે. ગુજરાત રાજય પ્રથમ રાજ્ય છે જ્યાં આ એપ્લિકેશન પોલીસ ચોકી અને આઉટ પોસ્ટ ખાતે કાર્યરત કરવામાં આવેલી છે. ઇ-ગુજકોપના ICJS ( Interoperable Criminal Justice System) સાથે સંકલન કરવામાં આવેલું છે. ઇ-ગુજકોપથી FIR અને ચાર્જશીટ USના માધ્યમથી ઓનલાઇન કોર્ટોને મોકલવામાં આવી રહી છે.

આરોપીઓ ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા

ઇ-ગુજકોપના પોકેટકોપ પ્રોજેક્ટ અંતર્ગત તમામ તપાસ અધિકારીઓ માટે મોબાઇલ અપ્લિકેશન વિકસાવવામાં આવી છે. જે ગુન્હા શોધવા અને અટકાવવા ખૂબ જ મદદરૂપ નિવડી રહી છે. વાહન સર્ચ એપ્લિકેશન દ્વારા ગુજરાત પોલીસે 5000 ચોરાયેલા વાહનો શોધી કાઢયા છે. ગુન્હેગાર સર્ચ એપ્લિકેશન દ્વારા 7000થી વધુ ગુન્હેગારોને શોધીને તેઓના વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પાસપોર્ટ વેરીફીકેશન દ્વારા નાગરિકોનું ઘરે બેઠા પોલીસ વેરીફીકેશન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં આ એપ્લિકેશન મારફતે 16 લાખ નાગરિકોનું પોલીસ વેરીફીકેશન કરવામાં આવ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details