- ગાંધીનગર અક્ષરધામ મંદિર 6 ફેબ્રુઆરીથી કાર્યરત થશે
- તમામ લોકોને આપવામાં આવશે એન્ટ્રી
- અક્ષરધામ મંદિરના તમામ આકર્ષણો થશે ફરી શરૂ
ગાંધીનગર : દેશ અને ગુજરાતમાં જ્યારથી કોરોનાએ પ્રવેશ લીધો ત્યારથી લોકડાઉનની પરિસ્થિતી સર્જાઇ હતી. રાજ્યના તમામ સ્વામિનારાયણ મંદિર તથા અન્ય ધાર્મિક મંદિરો બંધ રાખવાની પરિસ્થિતી સર્જાઈ હતી. પરંતુ અનલોકમાં અનેક મંદિરો ખુલ્યા પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગાંધીનગરનું અક્ષરધામ મંદિર શરૂ કરવામાં આવ્યું ન હતું. પરંતુ જે રીતે હવે પરિસ્થિતી થાળે પડી રહી છે અને કેસના આંકડા ઘટી રહ્યા છે, ત્યારે 6 ફેબ્રુઆરીથી ગાંધીનગર અક્ષરધામ મંદિર ફરીથી શરૂ કરવાનો નિર્ણય મંદિર તરફથી લેવામાં આવ્યો છે.
લાઈટ શો સહિતના તમામ આકર્ષણો થશે શરૂ
6 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર અક્ષરધામ મંદિરની શરૂઆત થઈ રહી છે, ત્યારે સચ્ચિદાનંદ વોટર શો, ઓડિયો એનિમેટ્રોનિક્સ શો વિવિધ લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના પ્રદર્શનો અને રાઈડ્સ વગેરે તમામ આકર્ષણો ફરીથી શરૂ કરવામાં આવશે. આમ લાંબા સમય સુધી બંધ રહેલું અક્ષરધામ મંદિર આગામી શનિવારે એટલે કે 6 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.