- નિસર્ગ કોમ્પ્લેક્ષ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું
- નિસર્ગ કોમ્પ્લેક્ષના ફ્લેટ નંબર-903નો હની ટ્રેપ માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો
- રાજુ ભટ્ટે ક્રાઇમ બ્રાન્ચની સમક્ષ યુવતી સાથે શારીરિક સંબંધો હોવાનું કબૂલ્યું
વડોદરા: હરિયાણાની 24 વર્ષની યુવતી પર હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ (High Profile Rape Case)ના કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)ની સમક્ષ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું કબૂલ્યું હતું. દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈ રિકન્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપી રાજુ ભટ્ટે (Raju Bhatt) પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, પોતે યુવતીને આજવા રોડ પરના ડવડેક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. રાજુ ભટ્ટે ડવડેક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે શરીર સુખ માણ્યાની કબૂલાત કરી છે.
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ઘટસ્ફોટ
આ ઉપરાંત હારમની હોટેલ અને નિસર્ગ ફ્લેટમાં પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યાનો રાજુ ભટ્ટે સ્વીકાર કર્યો છે. આરોપી રાજુ ભટ્ટે યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. યુવતીના નિવેદનના આધારે મૂળ ફરિયાદમાં પોલીસે IPCની 377મી કલમ ઉમેરી છે. IPCની 377મી કલમ હેઠળ કોઈપણ વ્યક્તિ સાથે અકુદરતી રીતે શરીર સંબંધ બાંધવો ગુનો છે. આ ઉપરાંત પોલીસે IPCની 376 (એન) (કે)ની કલમ પણ ઉમેરી છે. પોલીસે એક જ યુવતી ઉપર એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારવાની કલમ ઉમેરી છે.