- રાજ્ય સરકારના 26 વિભાગો સાથે અવિરત બેઠકો યોજીને કરાઇ વિચાર-વિમર્શ
- સતત 9મી વાર ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશેઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
- 2021-22નું અંદાજપત્ર આગામી વિધાનસભાના સત્રમાં રજૂ કરશે
ગાંધીનગરઃરાજ્યના સુગ્રથિત સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે, ત્યારે વર્ષ 2021-22નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના નાણાંપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 2021-22નું અંદાજપત્ર આગામી વિધાનસભાના સત્રમાં રજૂ કરશે.
ક્યાં ક્યાં વિભાગો સાથે કરાઈ ચર્ચા
અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર જે ચર્ચાઓ થઇ છે. જેમાં મુખ્યત્વે કૃષિ સહકાર અને પશુપાલન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ સહિતના તમામ વિભાગોના અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર 1 થી 2 કલાક સુધી વિગતવાર ચર્ચાઓ થઇ હતી.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ક્યાં ક્યાં વર્ષના બજેટ રજૂ કર્યા
વર્ષ 2002-03માં 27મી ફેબ્રુઆરી 2002
વર્ષ 2013-14માં 20 ફેબ્રુઆરી 2013