ગુજરાત

gujarat

ETV Bharat / city

Tax Free Gujarati Movie : આ ફિલ્મને હવે સરકારની આ નીતિનો લાભ મળશે - ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી

ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને (Gujarati Film Nayika Devi) રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની (Tax Free Gujarati Movie) ફિલ્મ પ્રોત્સાહન નીતિના (Gujarati Film promotion policy) મળવાપાત્ર થતા લાભો (Tax Free Gujarati Movie) આપવાની જાહેરાત કરી છે.

Tax Free Gujarati Movie :  આ ફિલ્મને હવે સરકારની આ નીતિનો લાભ મળશે
Tax Free Gujarati Movie : આ ફિલ્મને હવે સરકારની આ નીતિનો લાભ મળશે

By

Published : Jun 3, 2022, 8:27 PM IST

ગાંધીનગર -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ જાહેરાતના પગલે આગામી સમયમાં ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો લાભ (Gujarati Film promotion policy) મળવાપાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ (Tax Free Gujarati Movie) પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Nayika Devi the Warrior Queen: ગુજરાતની સોલંકી વંશની વીરાંગના નાયિકા દેવી પર બની ફિલ્મ : ટ્રેલર થયું રીલીઝ

પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવનના પર છે ફિલ્મ -આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું (Gujarati Film promotion policy) સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ (Tax Free Gujarati Movie) કરી શકાશે. આપને જણાવીએ કે આ ચલચિત્ર પાટણના રાજમાતા નાયિકા દેવીના (Nayika Devi The Queen of Patan) જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહમ્મદઘોરીને (Muslim invader Mohammed Ghori ) યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરે છે. એટલું જ નહીં, આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન અને ધરોહરને જીવંત રાખતી આ ફિલ્મ છે.

આ પણ વાંચોઃ પાટણનાં વિરાંગના નાયિકા દેવી, જેમના ડરથી 150 વર્ષ સુધી આક્રમણકારોએ ગુજરાત સામે આંખ ઊંચી ન કરી, જાણો તેમના વિશે

ગુજરાતીમાં આ પ્રકારની ફિલ્મ નવીન છે - ગુજરાતમાં ઓછા ઉલ્લેખિત યુદ્ધ પર આ ફિલ્મ (Gujarati Film Nayika Devi) બની છે. જેમાં ખુશી શાહ નાયિકા દેવી તરીકે(Khushi Shah as the heroine Devi) સિનેમાના પડદે જોવા મળે છે. આ ફિલ્મ 6 મેએ રીલિઝ થઇ ચૂકી છે અને યુદ્ધના દ્રશ્યો ટ્રેલરમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details