ગુજરાત

gujarat

ETV Bharat / city

Suspicion of Head Clerk's paper leak: 10થી 12 લાખ રૂપિયા પેપર વેચાયા હતા: વિધાર્થી આગેવાન - paper went viral on social media

બે વર્ષ પહેલાં ગુજરાતમાં બિન સચિવાલયની પરીક્ષા(Non-Secretariat Examination) યોજાય તે પહેલાં જ તેનું પેપર લીક(Suspicion of Head Clerk's paper leak) થયું હતું અને પરીક્ષાર્થીઓએ ગૌણ સેવા પસંદગી મંડળ(Secondary Service Selection Board)ની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરીને સમગ્ર પરિક્ષા રદ કરાવી હતી. આ વખતે પણ ઇતિહાસ દોહરાવા જઇ રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. જેમા ગત 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું જેમાં પણ પરીક્ષા પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ(paper went viral on social media) થયું હતું અને આ પેપર હિંમતનગરના એક ફાર્મ હાઉસમાંથી લીક થયું હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થી આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.

Suspicion of Head Clerk's paper leak: 10થી 12 લાખ રૂપિયા પેપર વેચાયા હતા : વિધાર્થી આગેવાન
Suspicion of Head Clerk's paper leak: 10થી 12 લાખ રૂપિયા પેપર વેચાયા હતા : વિધાર્થી આગેવાન

By

Published : Dec 13, 2021, 7:57 PM IST

  • 10થી 12 લાખ રૂપિયાની કિંમતમાં પેપરનો સોદો થયો હોવાનો આક્ષેપ
  • હિંમતનગરના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થઇ હોવાની શંકા
  • હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાની શંકા આવી સામે

ગાંઘીનગર: બિન સચિવાલય પરીક્ષામાં(Non-Secretariat Examination) અગ્રણી રહેલા આંદોલનકારી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ સંબોધીને આક્ષેપ કર્યા હતો કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરના રોજ હેડ ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે પેપર પરીક્ષા પહેલા જ લીક થયું(Suspicion of Head Clerk's paper leak) છે. આ ઉપરાંત હિંમતનગરના એક ખાનગી ફાર્મ હાઉસમાંથી આ પેપર લીક કરવામાં આવ્યું છે સાથે જ આ પેપર 10થી 12 લાખ રૂપિયામાં એક પોલીસ કર્મચારી દ્વારા જ વેચવામાં(Head Clerk's paper sold for 10 to 12 lakh rupees) આવ્યું છે.

Suspicion of Head Clerk's paper leak: 10થી 12 લાખ રૂપિયા પેપર વેચાયા હતા : વિધાર્થી આગેવાન

72 ઉમેદવારો પાસે પહોંચ્યું હતું પેપર

યુવરાજસિંહ જાડેજાએ વધુમાં આક્ષેપ કર્યા હતો કે, પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને પોલીસ કર્મચારીઓ દ્વારા દસથી બાર લાખ રૂપિયામાં વેચાયું હતું. ત્યારે બે નિરીક્ષકોએ આ પેપર સોલ્વ કરી ભાવનગર ખાતે 3, સુરેન્દ્રનગરમાં 2, વડોદરામાં 1, તેમ ટોટલ 72 ઉમેદવારો પાસે આ પ્રશ્નપત્ર પહોંચ્યું હતું જ્યારે પરીક્ષા 12:00 વાગ્યે શરૂ થવાનું હતું તે પહેલા જ પેપર સવારે 10 કલાકની આસપાસ જ લીક થઇ ગયું હતું.

Suspicion of Head Clerk's paper leak: 10થી 12 લાખ રૂપિયા પેપર વેચાયા હતા : વિધાર્થી આગેવાન

ગૌણ સેવા પસંદગી મંડળને કરાઈ જાણ

સમગ્ર ઘટના સામે આવતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન કરતા પત્રકાર પરિષદ યોજીને જાણ કરવામાં આવી રહી છે. જ્યારે કૌભાંડ આચરનાર સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ પણ કડક કાર્યવાહી નહી કરવામાં આવે તો જે રીતે બિન સચિવાલય પરીક્ષામાં આંદોલન કરવામાં આવ્યું હતું તેવું જ આંદોલન ફરી કરવામાં આવશે.

તમામ પુરાવાઓ કરાયા રજૂ

વિધાર્થી આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, તમામ પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે અને પુરાવા સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળ પાસે ફરિયાદ કરવામાં આવી છે. જો આ બાબતે મંડળ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહી આવે તો, પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તેમને તમામ પુરાવા રજૂ પણ કર્યા હતાં આ તમામ પુરાવા સાથે આવનારા સમયમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

Suspicion of Head Clerk's paper leak: 10થી 12 લાખ રૂપિયા પેપર વેચાયા હતા : વિધાર્થી આગેવાન

આ પણ વાંચો : GSSSB હેડ કલાર્કની પરીક્ષાનું પેપર મીડિયમ પણ લેંધી હતું: ઉમેદવાર

આ પણ વાંચો : રાજ્યમાં સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની પરીક્ષા યોજાઈ, કોરોના ગાઇડલાઇનનું કરાયું પાલન

ABOUT THE AUTHOR

...view details