- રાજ્ય સરકારની જાહેરાત
- કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે કરી છે જાહેરાત
- રાજ્ય સરકારમાં અત્યાર સુધીમાં 50 જેટલી અરજીઓ આવી
ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનામાં માતા અને પિતા બન્નેના મૃત્યુ થયા હોય તે માટે બાલ સેવા યોજના હેઠળ અઢાર વર્ષની વય સુધી દર મહિને રૂપિયા 4000 અને 18થી 21 વર્ષ સુધી રૂપિયા 6000ની સહાય પ્રતિ મહિના માટેની જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત જે બાળકના માતા-પિતા કોરોનામાં મૃત્યુ ન પામ્યા હોય તેવા અનાથ બાળકોને પણ આ સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો : સીએમ રૂપાણીએ 14 બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂર્હુત કર્યું
હજુ પણ અરજીઓ આવવાનો પ્રવાહ યથાવત
રાજ્ય સરકારની જાહેરાત બાદ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં માહિતી એકત્રિત કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 50 જેટલી અરજીઓ અત્યારે રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. જેમાં હજૂ પણ અનેક જિલ્લાઓમાંથી આવી અરજીઓ પ્રાપ્ત થઇ રહી હોવાનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ વિગતો સામે આવી છે.
આ પણ વાંચો :7 જૂનથી તમામ સરકારી ઓફિસો 100 ટકા કેપેસિટીથી કાર્યરત થશે
માતા કે પિતા કોઈ એક મૃત્યુ પામ્યા હોય તો સહાય નહિ
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે ફક્ત અનાથ થયેલા બાળકો એટલે કે જેમના માતા-પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેવા બાળકો માટેની જ સહાય જાહેર કરી છે. જ્યારે માતા કે પિતા બન્નેમાંથી કોઈ એક મૃત્યુ પામ્યા હોય તેવા બાળકને આ યોજના મુજબ સહાય પ્રાપ્ત થશે નહીં ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારને અત્યાર સુધીમાં કુલ 50 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી માહિતી મુજબ ગુજરાતમાં આવા 395 જેટલા બાળકો છે કે જેમના માતા કે પિતાનું કોરોનાને કારણે અવસાન થયું છે.