- કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કર્યું પ્રોનિંગ સિસ્ટમ નો ઉપયોગ
- કોરોના ગ્રસ્ત દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ બાબતે આપી જાણકારી
- આ ક્રિયા કરવાથી થશે ઓક્સીજન લેવલ અપ
ગાંધીનગર: કોવિડ-19ની મહામારીમાં દર્દીના પ્રાણ બચાવવા સૌથી વધુ પ્રાણવાયુની જરૂર જણાય રહી છે. આ મહામારી સામે આજે આખો દેશ ટીમ ઇન્ડિયા બનીને લડત આપી રહ્યો છે. ત્યારે, કોવિડ-19ની સેલ્ફ-કૅરમાં અતિ ઉપયોગી એવી પ્રોનિંગ પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આજની ઘડીની તાતી જરૂરિયાત બની છે. જે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોનિંગ ટેકનીક રજૂ કરવામાં આવી છે.
શું છે પ્રોનિંગ ?
પ્રોનિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં, દર્દીને પીઠભેર નહીં પણ મોઢું પથારી તરફ રહે એવી રીતે પેટભેર સુવડાવવામાં આવે છે. આ રીતે સુવાની પ્રક્રિયાને પ્રોનિંગ કહેવાય છે. પ્રોનિંગને સરળ શ્વસન અને શરીરમાં ઓક્સિજન વધારવાની પ્રક્રિયા તરીકે તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે. ખાસ કરીને, કોવિડ-19ના હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે પ્રોનિંગ ખુબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો:સ્મીમેર હોસ્પિટલના તબીબોની કોરોના દર્દીઓ માટે આગવી ‘માસ પ્રોનિંગ’ થેરાપી
પેટભેર સુવાનું કેમ મહત્વનું ?
તબીબી વિજ્ઞાન પ્રોનિંગને સ્વીકારે છે. તેવા સમયે પ્રશ્ન એ સર્જાય છે કે, આખરે પેટભેર સુવાનું શા માટે મહત્વનું છે ? અથવા તો પ્રોનિંગથી દર્દીને શું ફાયદો થાય છે? આ માટે, પ્રોન પોઝિશનમાં સુવાથી શરીરમાં વેન્ટિલેશન(શ્વાચ્છોશ્વાસ) વધે છે અને શ્વાસ લેવાનું સહેલું થાય છે. દર્દીને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અને SpO2 લેવલ 94થી નીચે જાય માત્ર ત્યારે જ પ્રોનિંગ જરૂરી હોય છે. કોવિડ-૧૯ દર્દી જ્યારે હોમ આઇસોલેશનમાં હોય ત્યારે SpO2 લેવલ પર નિયમિત દેખરેખ રાખવા ઉપરાંત ટેમ્પરેચર, બ્લડ પ્રેશર અને બ્લડ સુગર જેવા સ્વસ્થતાના અન્ય સંકેતો ઉપર નજર રાખવાનું પણ આવશ્યક હોય છે. હિપૉક્રિસી (ઓક્સિજનનું નીચું સ્તર)નો સંકેત જો શરતચૂકથી ધ્યાનમાં ન આવે તો દર્દીની તકલીફ વધી શકે છે. સમયસર પ્રોનિંગ કરવામાં આવે અને શરીરમાં સારું વેન્ટિલેશન(શ્વાચ્છોશ્વાસ) જાળવવામાં આવે તો ઘણાં જીવન બચાવી શકાય છે.
પ્રોનિંગ માટે ઓશિકાની ગોઠવણી કેવી રીતે કરવી?