- દુબઈથી મુંબઈના એર કાર્ગો કોમ્પ્લેક્સ 32 કરોડનું સો કિલો જીપીસી લવાયું હતું
- સમગ્ર કેસમાં બે લોકોની ધરપકડ કરાઈ
- કેસની તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો
ગાંધીનગર : અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક ગોરસી પારેખની ગાંધીનગર સેક્ટર 25માં આવેલી આર કોમ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં DRI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દુબઈથી એર કાર્ગો દ્વારા રૂપિયા 32 કરોડનું 100 કિલોગ્રામ ગોલ્ડ પોટેશિયમ સાઈનાઇડ એટલે કે જીપીસી વિદેશથી આયાત કરવામાં આવ્યું હતું, કસ્ટમ ડ્યુટીના ભરવી પડે તે રીતે પ્લાન બનાવી વાયા વાય આયાત કરવામાં આવ્યું હતું. તેની બાતમી DRIને થઈ હતી. આ કેસમાં આત્યાર સુધી 32 કરોડનું દાણચોરીનું ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કસ્ટમ ડ્યુટી ભરવાની થતી હોઈ વધુ તપાસના ભાગરૂપે આ દરોડા ગાંધીનગરમાં પાડવામાં આવ્યા હતા.
338 કરોડનું કૌભાંડ પકડાયું
જીપીસી દુબઈથી મુંબઈના એર કાર્ગો કોમ્પ્લેક્સમાં પારેખ ઇન્ડસ્ટ્રીએ મંગાવ્યું હોવાની બાતમી DRIને મળી હતી. મુંબઈના આ કન્સાઇનમેન્ટના આયાતકાર પારેખ ઇન્ડસ્ટ્રીઝ પાસે તેનું ઉત્પાદન કરવાના કોઈ સાધનો ન હતા, છતાં એડવાન્સ લાઇસન્સનો દાવો કર્યો હતો. જો કે તેમનો ઇરાદો આ જીપીસીને ડોમેસ્ટિક માર્કેટમાં વેચી દેવાનો હતો. જેથી એક્સપોર્ટનું કામ કરવા માટે ગાંધીનગરની આર કોમ ઇન્ડિયા થ્રુ જીપીસી વિદેશથી મંગાવ્યું હતું. જેથી સીધો ફાયદો કસ્ટમ ડ્યુટીનો લાભ લેવાનો હતો. કોઇને તેની ખબર ના પડે એટલા માટે મુંબઈના ભેજ બાજે એક્સપોર્ટ બતાવવા માટે કન્સાઇનમેન્ટ સીધું દુબઈની કંપની થ્રુ ઇન્ડોનેશિયાની કંપનીને એક્સપોર્ટ કર્યું હતું ફરી આ કન્સાઇનમેન્ટ ઇન્ડોનેશિયાથી દુબઈ મંગાવ્યું હતું અને દુબઇથી મુંબઇના એરકાર્ગો કોમ્પ્લેક્સને આયાત થયું હતું જેની બાતમી ડીઆરઆઈને મળતા ડ્યુટી ચોરીનું 338 કરોડનું કૌભાંડ પકડી પાડયું છે.
આ પણ વાંચો : વડોદરા: ધોળા દિવસે વેપારીની આંખમાં મરચું નાખીને સોનાના ચેઈનની લૂંટ