ગાંધીનગર: સચિવાલય ગેટ નંબર 1 પાસે આજે LRD ઉમેદવારો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉમેદવારો વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ ઉમેદવારોએ ચતુરાઈ વાપરી ને ચાલતા ચાલતા ગેટ નંબર 1 પાસે પહોંચ્યા હતા, પરંતુ પોલીસની નજર પડતાં તેઓને તાત્કાલિક અટકાયત કરી હતી.
સચિવાલય ગેટ-1 પાસે LRD ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસે તમામની કરી અટકાયત
રાજ્યમાં LRD મહિલા ઉમેદવાર બાદ હવે પુરુષ ઉમેદવારો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સચિવાલયના ગેટ નંબર 1 પાસે LRD પુરુષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેમાં પોલીસે 30થી વધુ વિરોધકર્તાઓની અટકાયત કરી હતી.
આ બાબતે ગાંધીનગર SPએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ પણ એપેડેમીક એક્ટ લાગુ છે. જેથી કોઈ એ વિરોધ પ્રદર્શન કરવું નહીં.
આમ આજે સચિવાલય ગેટ નંબર 1 પાસે જે રીતનો વિરોધ પ્રદર્શન થયો તેને ધ્યાનમાં લઈને હવે જે બાકી પરીક્ષાઓ અને તેમના મેરીટ હજી સુધી સરકારે જાહેર કર્યા નથી. ઉમેદવારોમાં જે રોષ જોવા મળી રહ્યો છે તે બાબતે ઉમેદવારોએ જણાવ્યું હતું કે, અમે ક્યાંય પણ રજૂઆત કરી શકતા નથી. અમે રજૂઆત કરવા જઈએ તો પોલીસ અમને પકડી લે છે તો અમારે જવું તો ક્યાં જવું ની આપવીતી ઉમેદવારોએ જણાવી હતી.