- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીફ એડમિનિસ્ટ્રેટીવે આ પ્રવાસન સ્થળ બંધ રહેવાની સત્તાવાર જાહેરાત કરી
- 1 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે
ગાંધીનગર: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબરે છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવા જઈ રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થવાના છે. આ ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે બે દિવસ માટે યોજાશે. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અને લોકાર્પણ આ દિવસે વડાપ્રધાન દ્વારા થશે. જેમાં પ્રોટોકોલને ધ્યાનમાં રાખી 28 ઓક્ટોબરથી લઇ 1 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે. જેથી ઓનલાઇન ટિકિટ પણ બંધ કરી દેવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીફ એડમિનિસ્ટ્રેટીવે આ પ્રવાસન સ્થળ બંધ રહેવાની સત્તાવાર જાહેરાત કરી આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ 'ઇન્ડિયન સ્પેસ એસોસિએશન'ની શરૂઆત કરી, જાણો શું કહ્યું...
વડાપ્રધાન મોદી નર્મદા આરતી ઘાટનું લોકાર્પણ કરશે અને સરદારની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપશે
30 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશેસ જ્યાં તેઓ સાંજના સમયે નર્મદા આરતી ઘાટનું લોકાર્પણ કરશે અને આરતી કરશે. તેઓ રાત્રી રોકાણ પણ અહીં જ કરશે. ત્યારબાદ તેઓ 31 ઓક્ટોબરના સરદાર સાહેબની જન્મ જયંતી નિમિત્તે સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપશે અને રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ NHRC સ્થાપના દિવસે કહ્યું- "ભારતે વિશ્વને અહિંસાનો માર્ગ બતાવ્યો"
30 અને 31 ઓક્ટોબરે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે હાજર રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જે બન્યા બાદ તેની લોકપ્રિયતા દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવસેને દિવસે પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો આ પ્રવાસન સ્થળની મુલાકાત રોજ લઇ રહ્યા છે. 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં હાજર રહેવાના હોવાથી પાંચ દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે આ પ્રવાસન સ્થળ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ પણ બંધ કરી દેવામાં આવી છે. જેથી પ્રવાસીઓ પાંચ દિવસ પછી જ તેની મુલાકાત લઈ શકશે.
- અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેની પાછળ જવાબદાર સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓના કડક નિયમો જેવા કે વારંવાર ચેકિંગ અને કાર પાર્કીંગની સમસ્યા છે. જેની જાણ સાંસદ મનસુખ વસાવાને થતા તેમણે PMO સુધી રજૂઆત કરવાની વાત કરી હતી.