ગુજરાત

gujarat

By

Published : Feb 22, 2021, 3:19 PM IST

ETV Bharat / city

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ગુજરાત પ્રવાસે, 400 પોલીસ કર્મીઓ ખડેપગે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સીધા રાજભવન ખાતે જશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાનારા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તેમજ 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.

president
president

  • 2 દિવસ રાષ્ટ્રપતિ રહેશે ગુજરાતમાં
  • 23 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવી સમારોહમાં આપશે હાજરી
  • 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું કરશે ઉદ્ઘાટન

ગાંધીનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સીધા રાજભવન ખાતે જશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાનારા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રી રોકાણ રાજભવન ખાતે કરવામાં આવશે. 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.

ગાંધીનગરમાં 400 પોલીસ કર્મીઓ સ્ટેડનબાઈ

રાષ્ટ્રપતિના આગમન પહેલા ગાંધીનગરમાં 400 પોલીસ કર્મચારીઓને સુરક્ષા અર્થે મૂકવામાં આવ્યા છે. રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રસ્તા પર જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પોલીસ બંદોબસ્તમાં બે SP, DYSP, 12 PI કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. સાથે પોલીસ જવાનો મળીને કુલ 400 પોલીસ કર્મચારીઓ રાષ્ટ્રપતિને સુરક્ષા પૂરી પાડશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવશે

23 તારીખે રાત્રી રોકાણ રાજભવનમાં કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી જશે. તે ૨3 ફેબ્રુઆરીના દિવસે યોજાનારા યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારોહમાં 245 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. જ્યારે 23 તારીખનું રાત્રી રોકાણ પણ રાજભવન ખાતે કરવામાં આવશે.

24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમ નું ઉદ્ઘાટન

24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 23 તારીખે સવારે રામનાથ કોવિંદ રાજવંશી નીકળીને સીધા મોટેરા સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. બપોરના ૧૨ કલાકની આસપાસ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ વિશ્વના સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ભારત અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆતના કલાકોમાં પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details