- કોંગ્રેસના અરવલ્લીના ધારાસભ્ય જશુ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
- ધારાસભ્યના સગાએ જ કરી ફરિયાદ
- આક્ષેપોનો ધારાસભ્યએ કર્યો ઇનકાર
- કશ્યપ પટેલની ફરિયાદ
ગાંધીનગર: કશ્યપ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, 20 માર્ચના રોજ માલપુર કો-ઓપરેટિવ બેન્કની મીટિંગમાં તેઓ સભાસદના હોદ્દા પર હાજર હતા. આ બેન્કના ચેરમેન જશુ પટેલ છે. તેમણે નાગરિક બેન્કના સભાસદમાંથી કશ્યપ પટેલને સસ્પેન્ડ કર્યા હતા. આથી કશ્યપ પટેલે તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ પૂછ્યું હતું. તેનાથી જશુ પટેલ આવેશમાં આવી ગયા હતા અને તેમને પકડીને સભા સ્થળેથી બહાર લઇ ગયા હતા. જશુ પટેલના દીકરા સહિત અન્ય બે સાગરીતોએ તેમને માર માર્યો હતો. તેમના ગળામાં પહેરેલા 80 હજારની ચેઇન તોડી દીધી હતી અને ખિસ્સાના 12,700 રોકડ રકમ મળીને 92,700 રૂપિયાની લૂંટ ચલાવી હતી. તેમજ તેમને ધમકી પણ આપી હતી. ત્યારબાદ કશ્યપ પટેલના કેટલાક મિત્રોએ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ બોલાવી હતી.
બાયડના કોંગી ધારાસભ્ય સામે નોંધાઈ પોલીસ ફરિયાદ આ પણ વાંચો :મારા પ્રશ્નનો નાયબ મુખ્યપ્રધાને ઉડાઉ જવાબ આપ્યો : કનુ બારૈયા
ધારાસભ્ય જશુ પટેલનો બચાવ
આ ફરિયાદ અંગે જશુ પટેલે જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ કાવતરુ ભારતીય જનતા પાર્ટીનું છે. હું અહીં વિધાનસભામાં હાજર હતો, ત્યારે તેમને વોટ્સએપ દ્વારા માહિતી મળી હતુી. હું જે વિસ્તારમાંથી આવુ છે, તે અરવલ્લી વિસ્તાર શાંત ગણાય છે. મારા વિસ્તારના મોટાભાગની અગ્રણી સંસ્થાઓનો ચેરમેન પદે હું રહેલો છુ. અરવલ્લીમાં ભાજપનો ગજ ન વાગતા ભાજપ કિન્નાખોરી દાખવે છે અને પોલીસનો સહારો લે છે. કોરોના કાળમાં મેં કેટલાય ગરીબોને ભોજન અને અન્ય સવલતો પૂરી પાડી છે. તો હું 10-12 હજારની રકમની લૂંટ કેવી રીતે કરી શકું ?
જશુ પટેલ હાઇકોર્ટમાં જવા તૈયાર
જશુ પટેલે જણાવ્યું હતું કે, હું આ બાબતે હાઇકોર્ટમાં લડવા પણ તૈયાર છું. ફરિયાદ કરનારો મારી સાળીના દીકરાનો દીકરો છે, એટલે આ ફરિયાદ પૂર્વગ્રહથી થયેલી છે. ભૂતકાળમાં મારા સગાઓએ પણ જો કોઈ કાયદા વિરુદ્ધનું કાર્ય કર્યું હોય, તો તેમની સામે પણ મેં કાર્યવાહી કરી છે. તો હું આવું કાર્ય કેવી રીતે કરી શકું ?
આ પણ વાંચો :વિધાનસભા ગૃહમાં દરિયા કિનારે શિપ બિલ્ડીંગ અંગે સરકારે આપ્યો જવાબ