ભાજપના નેતાની એજન્સીને ફાયદો કરાવવા કાયમી સફાઈ કામદારોને ગામડામાં ધકેલ્યાં - Gandhinagar Mayor
ગાંધીનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં 18 ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાલિકામાં મોટાભાગના કામ એજન્સીઓ મારફતે કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર પાલિકામાં સફાઇની કામગીરી ભાજપના નેતાની એજન્સી કરી રહી છે. તેવા સમયે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કાયમી સફાઈ કામદારોને નિયત જગ્યાએ સફાઈની જગ્યાએ ગામડાઓમાં ધકેલવામાં આવી રહ્યા છે. ત્યારે આ કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાની એજન્સીને ફાયદો કરાવવા માટે અમને દૂરના ગામડામાં સફાઈ માટે મોકલવામાં આવી રહ્યાં છે જેનો અમે વિરોધ નોંધાવી રહ્યાં છીએ.
ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં કાયમી સફાઈ કામદાર દ્વારા આજે ગુરુવારે કચેરીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમણે કામગીરીથી અળગા રહીને નિયત જગ્યાએ જ કામગીરી સોંપવા માટે માગ કરી હતી. મહિલા સફાઈ કામદારો ટ્રેક્ટરોની અંદર આવેલા સેક્ટર 21, 29, 15 સહિતની અલગ-અલગ વોર્ડમાં કામગીરી કરી રહ્યાં છે. તેવા સમયે હાલમાં સફાઇની કામગીરી ભાજપના નેતા નીચે તેના કારણે આઉટસોર્સમાં લીધેલા કર્મચારીઓને સેક્ટરોમાં સફાઇની કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે કાયમી મહિલા કર્મચારીઓને દૂરના ગામડામાં ધકેલવામાં આવી રહ્યાં છે.