ગાંધીનગર :રાજ્યમાં છેલ્લા 42 દિવસથી પંચાયત વિભાગના (Panchayat department health worker) FHW, FHS, MPHW અને MPHS કર્મચારીઓ હડતાળ પર હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે સરકાર દ્વારા આગેવાનો સાથે બેઠક યોજીને સમાધાન વલણ રાખીને આંદોલન પૂર્ણ (Panchayat department health worker strike complete) કરવામાં આવ્યું છે.
આરોગ્યલક્ષી સેવાઓમાં માઠી અસર પડી :રાજ્યના પ્રવકતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. છેલ્લા 42 દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW, FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી છે. આવતી કાલથી જ ફરજ પર હાજર થઈ જવા અનુરોધ કર્યો છે.