- જૂજ લોકો આ પલ્લીમાં જોડાશે
- કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકો જોડાશે નહીં
- ગત વર્ષે પણ મેળો ભરાયો નહોતો
ગાંધીનગર: રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નવરાત્રીના છેલ્લા દિવસે નીકળતી હોય છે. માતાજીની પલ્લીમાં ઘી ચડાવવાનો રિવાજ છે. દર વર્ષે મોટા પ્રમાણમાં ઘી ચઢાવવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરા જાળવવા માટે પલ્લી તો નિકળશે પરંતુ મોટી સંખ્યામાં આ પલ્લીમાં લોકો જોડાઈ શકશે નહીં. જૂજ લોકો આ પલ્લીમાં જોડાશે અને પલ્લીની વિધિવત રીતે પરંપરા જળવાશે પરંતુ મેળાનું આયોજન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: કોમી એકતાનું આદર્શ ઉદાહરણ, જૂનાગઢના શબ્બીરભાઈએ ઘરમાં માતાજીનું સ્થાપન કરીને પૂજા કરી
ગત વર્ષે પણ કોરોનાને કારણે રૂપાલનો મેળો યોજાયો નહતો
શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના મેનેજર અરવિંદ ત્રિવેદીએ કહ્યું કે, ગત વર્ષે કોરોનાને કારણે રૂપાલની પલ્લીનો મેળો યોજાયો નહતો પરંતુ વિધિવત રીતે પલ્લી નીકળી હતી અને માતાજીની પૂજા આરાધના કરવામાં આવી હતી. આ વર્ષે પણ 50લ થી 100 જેટલા લોકો પલ્લીમાં હાજર રહેશે. જેમાં ગામના ઉપરાંત બહાર ગામથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. તેઓ વધુ સંખ્યામાં એકત્રિત નહીં થાય. પરંપરા મુજબ જે લોકો રેલીમાં જોડાતા હોય છે તેઓ જ આ પલ્લીમાં જોડાશે.
આ પણ વાંચો: ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટેલના રિસેપ્સનિસ્ટનું મર્ડર, પોલીસે ગુન્હો દાખલ કર્યો
માતાજીની જ્યોત પર ઘી અર્પણ કરવામાં આવતું હોય છે
રૂપાલની માતાજીની પલ્લીમાં પાંચ જેટલી જ્યોત હોય છે. જેના પર ઘીનો અભિષેક કરવામાં આવે છે. માતાજીની જ્યોત પર ઘી અર્પણ કરવામાં આવે છે. અનોખી રીતે અભિષેક કરવામાં આવતો હોય છે. આખા ગામમાં વરદાયિની માતાની રથયાત્રા ફરતી હોય છે. જેમાં શ્રદ્ધાળુઓ ઠેર ઠેર જગ્યાએ મોટા પ્રમાણમાં ઘીનો અભિષેક કરતા હોય છે. દર વર્ષે પરંપરાગત રીતે આ પલ્લી નીકળતી હોય છે અને આ પલ્લી દરમિયાન ગાંધીનગરના રૂપાલ ગામમાં મેળો ભરાતો હોય છે.