- રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાનની આજે શપથ વિધિ
- શપથ વિધિ પહેલા શહેરના મુખ્ય ધાર્મિક સ્થાનોની મુલાકાત
- અમદાવાદ છારોડી ખાતે SGVP મંદિરની મુલાકાત
અમદાવાદ: રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની આજે(સોમવાર) રાજભવન ખાતે શપથ વિધિ યોજાવા જઇ રહી છે. ગઈકાલે(રવિવાર) ભારે સસ્પેન્સ બાદ ભાજપ પાસેથી જે પ્રકારે આશા હતી. એ જ પ્રમાણે નવા ચહેરાને મુખ્યપ્રધાન પદ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો :ભૂપેન્દ્ર પટેલ અને નીતિન પટેલની નવી જોડી હંકારશે ગુજરાતના વિકાશ રથને
SGVP ખાતે વૈદિક મંત્રોચ્ચારથી મુખ્યપ્રધાનનું સ્વાગત કરાયું
ભુપેન્દ્ર પટેલ તેમના મુખ્યપ્રધાન નામની ઘોષણા બાદ રાજયપાલ ભવન પહોંચ્યા હતા. જ્યાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ત્યારબાદ તેઓ અમદાવાદના નગર દેવતા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં આરતી કરીને તેમને મહંત દિલીપદાસના આશીર્વાદ મેળવ્યા હતા. આજે સવારે ભુપેન્દ્ર પટેલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગુજરાતમાં ધાર્મિક વર્ચસ્વ ધરાવતા સ્વામિનારાયણ સંપ્રદાયના છારોડી ખાતેના મથક ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સાધુ સંતોએ તેમને શાલ ઓઢાડી મો મીઠું કરાવ્યું હતું.
નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં SGVP ખાતે સંતોના આશીર્વાદ લીધા આ પણ વાંચો : વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ
વિજય રૂપાણીને મળ્યા મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ત્યારબાદ એક્ટિંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ મળ્યા હતા. તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રિસીવ કરવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. હવે બપોરે રાજભવન ખાતે તેમની શપથવિધિ યોજાશે. જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહેશે.