- નવા સીએમ ભુપેન્દ્ર પટેલ 2.20 કલાકે લેશે શપથ
- મુખ્યપ્રધાન તરીકે શપથવિધિ યોજાશે રાજભવન
- શપથ ગ્રહણ કરે તે પહેલાં ભુપેન્દ્ર પટેલ કાર્યકરી સીએમ વિજય રૂપાણી સાથે કરી મુલાકત
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણી 11 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ કલાકની આસપાસ રાજીનામું આપ્યું છે ત્યારથી જ નવા મુખ્ય પ્રધાન કોણ છે તે અંગેની વાતચીત વહેતી થઇ હતી પરંતુ કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની મળેલ બેઠકમાં અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે બપોરે 2:20 રાજભવન ખાતે મુખ્યપ્રધાનના શપથ લેશે.
નવા સીએમ ભુપેન્દ્ર પટેલ 2.20 કલાકે શપથ લેશે, નવા પ્રધાનો બુધવારે શપથવિધિ થશે શપથ ગ્રહણ પહેલા વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે કરી મુલાકત રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરે તે પહેલા અમદાવાદ નિવાસસ્થાનેથી નીકળીને તેઓ સીધા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાર બાદ રાજ્યના કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મુલાકાત કરી હતી આમ શપથ ગ્રહણ કરે તે પહેલાં ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ પણ વાંચો : નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં SGVP ખાતે સંતોના આશીર્વાદ લીધા
4 રાજ્યના સીએમ રહેશે હાજર
2:20 કલાકે ભુપેન્દ્ર પટેલના શપથવિધી કાર્યક્રમ માં ભાજપ પક્ષે જાહેર કર્યા મુજબ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાન પણ શપથ વિધિમાં હાજર રહેશે આમ ગુજરાતના મુખ્યપ્રધાન પદના શપથ વિધિમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કર્ણાટકના મુખ્ય પ્રધાન જીવરાજભાઈ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત અને આસામના મુખ્યપ્રધાન હિમતા વિશ્વા શર્મા પણ શપથ સમારોહ દરમિયાન હાજર રહેશે.
આ પણ વાંચો :રાજકોટમાં 10 ઈંચ વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમિત શાહ પણ રહેશે હાજર
ગુજરાત વિધાનસભાનું 15 મહિનાનો કાર્યકાળ બાકી છે તે પહેલાં જ મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને હટાવી ને ભુપેન્દ્ર પટેલ ને મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આજે બપોરે બે કલાક ને ૨૦ મીનીટે શપથ સમારોહ યોજાશે ત્યારે આ શપથ સમારોહમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે મહત્વની વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં રાજ્યના કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ કેન્દ્રીય નિરિક્ષકો ભૂપેન્દ્ર યાદવ નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોષી સંતોષ અને કેન્દ્રીય પ્રધાનો પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા દર્શનાબેન જરદોશ દેવુસિંહ ચૌહાણ તથા રાજ્ય મંત્રીમંડળના સદસ્યો અને મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.