ગુજરાત

gujarat

ETV Bharat / city

ગીરમાં 5 સિંહોના મૃત્યું કુદરતી, સિંહો માટે સ્પેશિયલ એમ્બ્યુલન્સ વાનની સુવિધા

આખા એશિયામાં એશિયાટિક સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. છેલ્લા 5 વર્ષમાં 151 સિંહોનો વધારો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 15 દિવસોમાં 5 સિંહોના મૃત્યુ થયા છે, જેની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તમામ સિંહોના મૃત્યું કુદરતી રીતે થયા હતા.

lion
ગીરમાં 5 સિંહોના મૃત્યું કુદરતી, સિંહો માટે સ્પેશિયલ એમ્બ્યુલન્સ વાનની સુવિધા

By

Published : Jul 8, 2021, 10:47 AM IST

  • ગીરના જંગલોમાં 5 સિંહોના મૃત્યું
  • સિંહોના મૃત્યું કુદરતી
  • છેલ્લા 5 વર્ષમાં 151 સિંહોનો વધારો

ગાંધીનગર: સમગ્ર દેશમાં ફક્ત ગુજરાતમાં જ એશિયાટિક સિહો છે. રાજ્ય સરકારે દસ દિવસ પહેલાં જ જાહેરાત કરી હતી કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 151 જેટલા સિંહોની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં 674 જેટલા સિંહોની સંખ્યા થઈ છે. છેલ્લા પંદર દિવસમાં પાંચ જેટલા સિંહોના મૃત્યું થા હતા, જેને લઈને બુધવારે રાજ્યના વન વિભાગના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે પાંચ સિંહોના જે મૃત્યુ થયા છે તે તમામ મૃત્યુ કુદરતી રીતે થયા છે.

સિંહોને કોઈ બીમારી હતી નહિ કુદરતી રીતે મૃત્યુ

વન કેબિનેટ પ્રધાન ગણપત વસાવા વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસમાં જે 5 સિંહ જુનાગઢ ગીર ખાતે મૃત્યુ થયા છે તે તમામ સિંહોનું તબીબી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાંચ સિંહ કોઈ વાયરસથી થતા નથી પરંતુ તમામ 5ના મુૃત્યું કુદરતી રીતે થયા હોવાનું સામે આવ્યું છે આમ આ મૃત્યુ પામેલા 5 સિંહોને કોઈપણ પ્રકારની બીમારી પણ ન હોવાનું વાત સામે આવી છે.

ગીરમાં 5 સિંહોના મૃત્યું કુદરતી, સિંહો માટે સ્પેશિયલ એમ્બ્યુલન્સ વાનની સુવિધા

આ પણ વાંચો : તાલાલાના મંડોરણા ગામેથી 4 દિવસ પહેલા કોહવાયેલો સિંહનો મૃતદેહ મળી આવ્યો

સિંહોની આરોગ્યલક્ષી સુવિધાઓ સજ્જ

ગુજરાત રાજ્યમાં સિંહોની સંવર્ધન માટે તથા સિંહોની આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે વન પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સિંહની આરોગ્યલક્ષી સુવિધાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં આવતી નથી જ્યારે રાજ્ય સરકારે સિહોની આરોગ્યની ચકાસણી માટે પૂછતા સ્ટાફની પણ નિમણૂક કરી છે આ ઉપરાંત જરૂરિયાત એવી તમામ દવાઓ અને ઈન્જેકશન પણ ઉપલબ્ધ છે જ્યારે સિંહ માટે અલગથી એમ્બ્યુલન્સની સુવિધા પણ ફોરેસ્ટ વિભાગમાં કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gir Lion: અમરેલીના પીપાવાવ પોર્ટ ઉપર સિંહોની લટાર, વીડિયો વાયરલ

રાજ્યમાં વર્ષે 2015માં સિંહો ની સંખ્યા 523 હતી

આ બાબતે રાજયના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2015માં કુલ 523 જેટલા સિંહોની સંખ્યા હતી જ્યારે આ વર્ષે વનવિભાગના પ્રાથમિક અવલોકન પ્રમાણે રાજ્યમાં અત્યારે 674 જેટલી સિંહોની સંખ્યા થઈ છે. આમ આવર્ષે એટલે કે છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં સિંહો ની સંખ્યામાં 151 જેટલા સિંહો વધ્યા છે.

ABOUT THE AUTHOR

...view details