- વડાપ્રધાન મોદી બાદ તેમના માતા હીરાબાએ વેક્સિન લીધી
- PM મોદીએ ટ્વીટ કરીને કરીને આપી માહિતી
- દેશના તમામ નાગરિકોને વેક્સિન લેવા માટે કરી અપીલ
વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
હાલમાં કોરોના વેક્સિનેશનનો વધુ એક તબક્કો ચાલી રહ્યો છે. જેના અંતર્ગત સિનિયર સિટીઝનોને વેક્સિન આપવામાં આવી રહી છે. 1 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારબાદ આજે એટલે કે શિવરાત્રીના દિવસે વડાપ્રધાનનાં માતા હીરાબાએ ગાંધીનગર ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
ગાંધીનગર: દેશમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. ત્યારે દેશમાં જ બનાવવામાં આવેલી વેક્સિન લેવાની પ્રક્રિયા પણ 16 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી અને ત્યારબાદ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધા બાદ મહાશિવરાત્રિના દિવસે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.