આ કાર્યક્રમમાં રૂપાણીએ દિવ્યંગોને દિવાળીની ભેટ આપતા દિવ્યાંગોને અપાતા સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની જાહેરાત કરી છે. સીએમ રૂપાણી સાથે મોકળા મને અંતર્ગત રાજ્યભરમાંથી આવેલા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓ સાથે સંવેદના પૂર્ણ વાર્તાલાપ કરતા રૂપાણીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં દિવ્યાંગ લોકોના કલ્યાણ યોજનાઓ સહિતના અમલીકરણ તેમજ રજૂઆતોના સુચારુ નિર્ણયો માટે રાજ્ય સરકાર અલાયદું દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરશે.
દિવ્યાંગો સાથે 'મનની મોકળાશ' કાર્યક્રમ દરમિયાન CMએ કરી અનેક જાહેરાતો
ગાંધીનગર: દિવ્યાગોને રાજ્યમાં સારી સુવિધા અને પડતી અગવડ વહીવટી તંત્રને જાણ થાય તે અર્થે આજે રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ સાથે સીએમ રૂપાણીનો 'મનની મોકળાશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યારે દેશની સંસદે પસાર કરેલા દિવ્યાંગ અધિનિયમને અનુરૂપ રહીને ગુજરાતમાં દિવ્યાંગ વેલ્ફેર કમિશ્નરની નિમણુક કરાશે. આ કમિશ્નર દીવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ વહીવટી અને નાણાકીય બાબતો અંગે પરામર્શમાં રહીને તેમની રજૂઆતના યોગ્ય સમાધાન અને દિવ્યાંગ સશકિતકરણ માટેની કાળજી લેશે. જ્યારે બિજી જાહેરાત કરી હતી કે, દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવતું દિવ્યાંગ પ્રમાણપત્ર જે હાલ જિલ્લા મુખ્ય મથકે અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મળે છે તે જિલ્લાઓમાં આવેલી રાજ્ય સરકારની ૨૨ જેટલી મેડિકલ કોલેજીસ માંથી પણ મળી શકશે.
દિવ્યાંગ સાધન સહાય પ્રવર્તમાન ધોરણે વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦ હજાર રાજ્ય સરકાર આપે છે તે પણ આ દિવાળી બાદ બમણી એટલે કે ૨૦ હજાર અપાશે. દિવ્યાંગ બાળકો અને બાળ સંભાળ ગૃહના નિરાધાર તેમજ અન્ય બાળકો માટે વ્યક્તિ દીઠ અત્યારે રૂપિયા ૧૫૦૦ની ગ્રાન્ટ દર મહિને અપાય છે તે હવે રૂપિયા ૨૧૬૦ પ્રમાણે આપવામાં આવશે, અંદાજે ૧૦ હજાર બાળકોને આ વધારાનો લાભ મળતો થશે.