ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: પ્રચાર પડઘમ થયા શાંત, રવિવારે મતદાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે શુક્રવારે સાંજે 5 કલાકે શાંત થયા છે. ગત કેટલાય સમયથી ચાલતો ધમધમાટ હવે શાંત થઈ ગયો છે અને રવિવવારના રોજ મતદાન થવાનું છે.

પ્રચાર પડઘમ થયા શાંત
પ્રચાર પડઘમ થયા શાંત

By

Published : Feb 26, 2021, 6:11 PM IST

Updated : Feb 26, 2021, 6:23 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારે
  • આજે શુક્રવારથી પ્રચાર પડઘમ શાંત
  • રવિવારે મતદારોનું ભાવિ EVMમાં થશે કેદ

ન્યૂઝ ડેસ્કઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં છે, ત્યારે આજે શુક્રવારે સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આ તમામ 6 મહાનગરપાલિકામા ભગવો લહેરાયો છે.

પ્રચાર પડઘમ થયા શાંત

રવિવારે મતદાન

રાજ્યમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરી અને રવિવારે યોજાવાની છે. જેના 48 કલાક પહેલાં આજે શુક્રવારે સાંજે 5 કલાકથી પ્રચાર પડઘમ શાંત પડ્યા છે.

2 માર્ચના રોજ પરિણામ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ આવવાનું છે. જેથી તમામ ઉમેદવારો આજે શુક્રવારથી ડોર ટૂ ડોર પ્રચાર કરશે અને મતદારોને રીઝવવા પ્રયાસ કરશે.

Last Updated : Feb 26, 2021, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details