ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર સિવિલમાં એજન્સીઓ પાસેથી મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરતો આઉટ સોર્સનો કર્મચારી કોણ? - Issue of Gandhinagar civil agency

ગાંધીનગર: દિવાળીનો તહેવાર નજીકમાં છે, ત્યારે અનેક વહીવટદારો અને વચેટિયાઓ પોતાના ગોડ ફાધર સુધી માલ પહોંચાડવા માટે સક્રિય થઈ ગયા છે. એન કેન પ્રકારે એજન્સીઓ પાસેથી અને વર્ષ દરમિયાન કામ કરાવવા આવતા લોકો પાસેથી રૂપિયા લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સિવિલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતો એક કર્મચારી એજન્સીઓ પાસેથી મહિને લાખો રૂપિયા ઉઘરાવી રહ્યો છે. ત્યારે આ કર્મચારી કોણ છે ? અને કોના કહેવાથી રૂપિયા ઉઘરાવી રહ્યો છે. આ બાબત સમગ્ર સિવિલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

Latest news of Gandhinagar

By

Published : Oct 18, 2019, 2:53 AM IST

Updated : Oct 18, 2019, 8:36 AM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી કરતાં સીધા જોડાયેલા, એજન્સીઓ મારફતે કામ કરતા કર્મચારીઓ, નિવૃત્તિ બાદ સીધા કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવેલા કર્મચારીઓ અને રોગી કલ્યાણ સમિતિમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓમાથી હોશિયાર કર્મચારીને કોઈ એક અધિકારી હાથ ઉપર લઈ લેતા હોય છે. એક પ્રકારે વહીવટદાર બનાવી લેતા હોય છે, પરિણામે સાહેબ સુધી પહોંચવા માટે તે વ્યક્તિનો સંપર્ક કરવો જ રહ્યો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમા ફરજ બજાવતો એક કર્મચારી મહિને લાખો રૂપિયાનું ઉઘરાણું કરી રહ્યો છે. સમગ્ર સિવિલ કેમ્પસમાં હાલમાં દિવાળીના સમયમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, એજન્સીઓ પાસેથી મહિને લાખો ઉઘરાવતો આ કર્મચારી કોના કહેવાથી રૂપિયા ખંખેરી રહ્યો છે અને કોને પહોંચાડી રહ્યો છે ? સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓના મુખે સાંભળવા મળી રહ્યું છે કે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ કર્મચારીની છાનબીન કરવામાં આવે તો આવક કરતાં વધુ સંપત્તિ હાથ લાગી શકે છે.

બીજી તરફ કર્મચારીઓમા અંદરો અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આવા ભ્રષ્ટ કર્મચારીઓના કારણે એજન્સીઓ તેમને વધારે પગાર આપી શકતી નથી. મજૂરી કરવા આવતા કર્મચારીઓના પગાર આવા વચેટિયાઓ ખાઈ જાય છે. ત્યારે આ બાબતે કોઈ તપાસ કરવામાં આવે અને આવા કર્મચારીઓને ઘરનો દરવાજો બતાવવામાં આવે તો વર્ગ 4માં નોકરી કરતા અનેક કર્મચારીઓના ઘરમાં તેલની જગ્યાએ ઘીના દીવા બળતા થઈ જાય.

Last Updated : Oct 18, 2019, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details