ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે 15 ઓગસ્ટ પછી થશે IPS અધિકારીઓની બદલી કરવામાં આવશે

રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં કેટલાક IPSની બદલી કરવામાં આવી રહી છે,હાલમાં આ કામગીરી પર રોક લગાવવામાં આવી છે. હવે IPSની બદલી 15 ઓગસ્ટ પછી કરવામાં આવશે.

ips
હવે 15 ઓગસ્ટ પછી થશે IPS અધિકારીઓની બદલી કરવામાં આવશે

By

Published : Jul 14, 2021, 5:24 PM IST

  • IPS અધિકારીઓની બદલી ટળી
  • હવે 15 ઓગસ્ટ પછી થશે IPS અધિકારીઓની બદલી
  • સરકાર 2 મહિના પછી કરશે સત્તાવાર જાહેરાત

ગાંધીનગર:રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી IPS અધિકારીઓની બદલી થઈ રહી છે. રથયાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ની મુલાકાત બાદ ગુજરાતના IPS અધિકારીઓની બદલી થશે તેવી પણ વાત થઇ હતી, પરંતુ હવે આ બદલી બે મહિના પછી કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારનાં સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. હવે 15 ઓગસ્ટ બાદ જ IPS અધિકારીઓની બદલી થશે.

IPS અધિકારીની બદલી નક્કી થઈ

ગણતરીના દિવસોમાં જ ગુજરાતમાં IPS અધિકારીઓની બદલી થવાની હતી જે બાબતે રાજ્ય સરકારે અંતિમ તબક્કાનું લિસ્ટ પણ તૈયાર હતું, પરંતુ અમિત શાહ અંતિમ સમયે આ લિસ્ટને હોલ્ડ પર એ રાખવાનું સૂચન કર્યું હતું.

વિજય રૂપાણી 5 વર્ષ ઉજવણીમાં બાધા ના આવે તે પણ કારણ

7 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ ઉજવણીમાં કોઈ બાધારૂપ ન થાય તેને ધ્યાનમાં લઈને પણ IPS અધિકારીઓની બદલી હોલ્ડ પર રાખવામાં આવી છે.

આ પણ વાંચો : IPS Transfer: રથયાત્રા બાદ IPS અધિકારીની બદલી શક્યતા, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કર્યા બાદ કરાશે બદલી

ફક્ત સત્તાવાર જાહેરાત જ બાકી

રાજ્યના ગૃહવિભાગ પર IPS અધિકારીઓને ક્યાંથી ક્યાં બદલી કરવી તે અંગે નું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે પરંતુ અંતિમ સમયે બદલીને હોલ્ડ કરાતા હવે બે મહિના બાદ ફરીથી રિશફલિંગ કરીને આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે.

આ પણ વાંચો : ગૃહવિભાગે 6 IPS અધિકારીઓની બદલી કરી, 3 અધિકારીને ADGP, 2 અધિકારીને IGP તરીકે પ્રમોશન

વિધાનસભા ની ચૂંટણીની તૈયારીઓ

ગુજરાત વિધાનસભા 2021ની ચૂંટણીની તૈયારી તમામ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જે જિલ્લામાં IPS અધિકારીએ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોય ત્યારે તેઓની બદલી કરવામાં આવે છે. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા પણ અનેક આઇપીએસ અધિકારીઓની બદલી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details