- વિધાનસભા ગૃહમાં 20 જેટલા ધારાસભ્યો માસ્ક વગરના
- વિધાનસભા અધ્યક્ષ ત્રિવેદીએ કરી ટકોર
- અમુક ધારાસભ્યો નાકની નીચે માસ્ક રાખતા નજરે પડ્યા
ગાંધીનગર: કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે આજે શનિવારે ચાલુ સત્રમાં 20 જેટલા ધારાસભ્યો માસ્ક વિના અને માસ્ક ન પહેર્યું હોય, તેવી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. જે બાબતે વિધાનસભા અધ્યાક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી.
20 જેટલા ધારાસભ્યોએ માસ્ક પહેર્યું નહોતું
કોરોના સંક્રમણ વિધાનસભામાં ફેલાઈ નહીં, તે માટે વિધાનસભામાં જાહેર જનતાને પ્રવેશ આપવામાં આવતો નથી અને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટેન્સ સાથે ગોઠવવામાં આવી છે, ત્યારે આજે શનિવારે વિધાનસભા ગૃહમાં કાર્ય દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરમાં ટકોર કરી હતી કે 20 જેટલા ધારાસભ્યોએ માસ્ક પહેર્યા નથી. આમ આવી ટકોરથી વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યો એકબીજા તરફ જોવા લાગ્યા હતા.
જાહેર જનતા માસ્ક નહીં પહેરવા પર 1000 દંડ