ગાંધીનગર: રાજ્ય સરકારને GSTના વળતર પેટે કરોડો રૂપિયા બાકી હોવાનો વિધાનસભાની (Gujarat Legislative Assembly)પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય (MLA of North Legislative Assembly) ડોક્ટર C J ચાવડાએ રાજ્ય સરકારને રાજ્ય ને GSTના વળતર પેટે કેટલી રકમ લેવાની બાકી છે તે અંગેનો પ્રશ્ન કર્યો હતો જેમાં રાજ્ય સરકારે પ્રતિઉત્તરનો જણાવ્યું હતું કે 31 ડીસેમ્બર 2021ની પરિસ્થિતિ એ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પાસેથી હજી 7171.32 કરોડ રૂપિયા લેવાના બાકી સામે આવ્યા છે.
રાજ્ય સરકાર બાકી લેંણા માટે કરી રજુવાત
રાજ્ય સરકારના નાણા પ્રધાન (Minister of State for Finance)કનુ દેસાઈએ પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે બાકી રહેલી રકમ રાજ્ય સરકારને(Gujarat Government) સમયસર પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઈને વળતરની રકમ મેળવવા રાજ્ય સરકાર દ્વારા માલ અને સેવા કર પરિષદ(GST)ની બેઠકમાં રજૂઆત પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:Traders protest against GST hike 2022 : પગરખાં પર વધેલા જીએસટીના દર પરત ખેંચાવવા મેદાને ઊતર્યાં વેપારીઓ
ક્યારે કેટલી રકમ લેવાની બાકી હતી
25 ફેબ્રુઆરી 2022ના દિવસે GST વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય વર્ષ 2020-21માં 23,378.27 કરોડનો રકમ લેવાની બાકી હતી. જેમાં નાણાકીય વર્ષ 2020-21માં 31 માર્ચ 2021ની પરિસ્થિતિએ 26,967.63 કરોડ વળતર તરીકે મળવાપાત્ર છે. જે પૈકી વળતર તરીકે 10,574.31 કરોડ તેમજ વળતરની અવેજીમાં લોન પેટે 9,222 કરોડ મળીને 19,796.31 કરોડ મળેલ છે.
આ પણ વાંચો:Pre Budget 2022 : ભાવનગરના રોલિંગ મિલ અને ફરનેશ ઉદ્યોગની GST ને લઇ બજેટમાં ખાસ માગણી
કેન્દ્રમાં ભાજપની સરકાર પણ ગુજરાતને અન્યાય
GSTની બાકી રહેતી રકમ મામલે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે ત્યારે છેલ્લા એક વર્ષથી લેવાની નીકળતી કુલ 7171.32 કરોડની GSTની રકમ કેન્દ્ર સરકારે ચૂકવી નથી. આમ કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારના બંને જગ્યાએ ભાજપની સરકાર હોવા છતાં પણ કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યની બાકી નીકળતી રકમ ચુકવણી કરી ન હોવાથી રાજ્ય અને અન્યાય થઇ રહ્યો હોવાના આક્ષેપ પણ કર્યા હતા.