- નવા સીએમ ના નામ માટે ગુજરાત ના સાંસદો પણ આવ્યા
- 2 વાગે સાંસદો ની કમલ્મ માં બેઠક
- પોરબંદર સંસદનું નિવેદન : નવા સીએમ સૌરાષ્ટ્રના હોવા જોઈએ
- કોઈ પણ સમાજનો સીએમ બને તે વિકાસ સીલ હોવો જોઈએ
ગાંધીનગર:રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ 11 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું છે, ત્યારે 12 સપ્ટેમ્બર એટલે કે, આજે કમલમ ખાતે ભાજપના સાંસદ સભ્યો અને ધારાસભ્યની એક બેઠક યોજવા જઇ રહી છે. બેઠક પહેલાં ગાંધીનગર સર્કિટ હાઉસે વખતે પોરબંદરના લોકસભાના સાંસદ ધડૂકે મહત્વનું નિવેદન આપ્યું છે કે, વિજય રૂપાણી સૌરાષ્ટ્રના હતા, ત્યારે હવે આગામી મુખ્ય પ્રધાન એટલે કે, નવા મુખ્યપ્રધાન સૌરાષ્ટ્રના હોય તો વધુ સારું રહેશે.
સૌરાષ્ટ્રમાંથી મુખ્યપ્રધાનનો ચહેરો હોય તો સારૂ : રમેશ ઘડુક લોકસભા સાંસદ આ પણ વાંચો:કમલમ ખાતે ધારાસભ્યોના આવવાનો દૌર શરૂ
સાંસદ સભ્યોની કમલમ ખાતે બેઠક
પોરબંદર સાંસદ રમેશ ધડુક મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, સાંસદ સભ્યોની કમલમ ખાતે બેઠક યોજાશે. જેમાં મુખ્યપ્રધાનના નામ અંગેની ચર્ચાઓ કરવામાં આવશે. જ્યારે મુખ્ય પ્રધાન તરીકેનો ચહેરો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી હોય તો અમે રાજી છીએ. સૌરાષ્ટ્રમાંથી મુખ્ય પ્રધાન બને તો એમાં કંઈ ખોટું નથી. અમે આનંદિત છીએ કે, જ્યારે સમાજ અને જ્ઞાતિવાદની વાત કરતાં રમેશ ધડુકએ જણાવ્યું હતું કે, પાર્ટી માટે તમામ સમાજને એક સમાન ગણવામાં આવે જે સારું કામ કરતા હોય તે તમામને સરખા જ ગણવામાં આવે છે અને જે સારો વહીવટ ચલાવી શકે તેને જ મુખ્યપ્રધાન બનાવવા જોઈએ. જ્યારે મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલનું નામ પણ અગ્રેસર છે, ત્યારે નીતિન પટેલ વિરુદ્ધ પણ કોઈ પ્રકારનો વાંધો નહીં હોવાનું નિવેદન પોરબંદર સાંસદ ધડૂકે આપ્યું હતું.
આ પણ વાંચો:જે પણ નવા CM હશે તેની સામે ચૂંટણી જીતવા માટેનો પણ એક પડકાર છે: નીતિન પટેલ
વિજય રૂપાણીના જવાથી રાજકોટનો વિકાસ નહિ અટકે : રામ મોકરિયા સાંસદ
રાજકોટથી આવતા અને રાજ્યસભામાં સાંસદ તરીકેની ફરજ બજાવતા રામભાઈ મોકલ્યાએ મીડિયા સમક્ષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજે કમલમમાં ધારાસભ્યો દળની બેઠકમાં નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવશે. જ્યારે નવા મુખ્યપ્રધાન કેવા હોય તે બાબતે rambhai mokariya જણાવ્યું હતું કે, જે વ્યક્તિ પ્રજાનું કામ કરે પાર્ટીને આગળ લઈ જાય અને સરકારના અધિકારીઓ પાસે કામ કરાવી શકે તેવા મુખ્યપ્રધાન અનુભવી હોવા જોઈએ છે. જ્યારે આ તમામ ધારાસભ્ય દળની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે અને પાર્ટી હાઈ કમાન્ડ જે નક્કી કરશે. તે પ્રકારના નિર્ણયને માન્ય ગણવામાં આવશે.