કેન્દ્ર સરકારની યોજનાઓને લઈને આજે મહત્વની બેઠક ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર લોકસભાને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ અને સમસ્યા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જે બાબતે ગાંધીનગરના કલેકટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં કુલ 36 જેટલી સ્કીમ અને આવનારા 5 પ્રોજેકટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેનું ટુક સમયમાં રાજ્ય સરકાર આ પ્રોજેકટને અંતિમ મહોર લગાવશે. જ્યારે ટ્રાફિકની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટર એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં 38 સ્કીમની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે કામ પૂર્ણ થયા તેના વિશે ચર્ચા થઈ અને જે કામ શરૂ છે તેના વિશે ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન પીએમ મોદીના ડ્રિમ પ્રોજેકટ હોટેલ લીલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જ્યારે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલ ટ્રાફિક સમસ્યાઓ પર અમિત શાહે અધિકારીઓને ટકોર કરી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીયપ્રધાન અમિત શાહ સામે અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બનાવવાની પણ વાત તેઓએ ઉચ્ચારી છે.