ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં ભારે વરસાદ, 7 NDRF ટીમ તહેનાત, કુલ 188 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે રવિવારે સાંજે છ કલાક બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જ્યારે છેલ્લાં ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે.

રાજયમાં ભારે વરસાદ, 7 NDRF ટીમ તહેનાત, કુલ 188 તાલુકામાં વરસાદ
રાજયમાં ભારે વરસાદ, 7 NDRF ટીમ તહેનાત, કુલ 188 તાલુકામાં વરસાદ

By

Published : Jul 6, 2020, 12:49 PM IST

ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. આજે 6:00થી 8:00 દરમિયાન કુલ 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના જાફરાબાદમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ જામનગરના કાલાવડમાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે અમરેલી, જામનગર, ગીર સોમનાથ, ખેડા અને સુરેન્દ્રનગરમાં વરસાદનું વધારે જોર જોવા મળ્યું હતું. જ્યારે કચ્છના ભચાઉમાં પણ એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

જ્યારે વધારે વરસાદના પગલે એનડીઆરએફની વાત કરવામાં આવે તો રાજ્યમાં એનડીઆરએફની કુલ સાત જેટલી ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. ખંભાળિયામાં પડેલા વરસાદના પગલે એનડીઆરએફની ટીમ સક્રિય કરાઈ છે. જ્યારે એસટીએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

કઈ જગ્યાએ NDRFની ટીમ તહેનાત કરવામાં આવી

દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં NDRFની એક એક ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જ્યારે વડોદરા અને ગાંધીનગરમાં પણ એક ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અનેક દિવસથી અસહ્ય બફારો થઈ રહ્યો હતો, ત્યારે આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયું હતું. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details