ગાંધીનગરછેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકામાં કેટલાક ધર્મના લોકોએ દબાણ (illegal construction demolition in dwarka) કર્યું હતું. આ બાબતે સાધુ સંતોના આગેવાનોએ રાજ્ય સરકારમાં અનેક વખત ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિર્ણય આવતો નહતો. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારે (Gujarat Government) બેટ દ્વારકામાં ગેરકાયદેસર રીતે દબાણને જમીનદોસ્ત કરી છે. એટલે સાધુસંતો મુખ્યપ્રધાનનો આભાર માનવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ સાધુ સંતોએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે લાલ આંખ કરી સંકેત આપ્યા હતા કે, તમે ગમે તેવું કરશો પરંતુ ગુજરાતમાં પાયા નાખી નહીં શકો.
મુસ્લિમની સંખ્યામાં રાતોરાત વધારોસ્વામી પરમાનંદ સરસ્વતીએ (Swami Parmanand Saraswati) જણાવ્યું હતું કે, બેટ દ્વારકા અનાદિકાળથી હિન્દુઓની તીર્થભૂમિ રહી છે. સાથે જ શીખોની પણ તીર્થભૂમિ રહી છે અને ભગવાન પરશુરામનું ઉપાસના સ્થળ છે. સૌથી શ્રેષ્ઠ ચંદ્રના મોતી પણ બેટ દ્વારકામાં પ્રાપ્ત થાય છે. જ્યારે આઝાદી દરમિયાન બેટ દ્વારકા ગાયકવાડનું હતું. ત્યારે 2,700 જેટલા હિન્દુ કુટુંબોનો વાસ હતો, જેમાં પુરુષો અને સ્ત્રીઓ મળીને કુલ 1,700 જેટલો મતદાનનો અધિકાર પણ આપ્યો હતો. જ્યારે બેટ દ્વારકામાં એક જ મસ્જિદ માટેની જગ્યા ગાયકવાડ સરકારે આપી હતી. તે સમયે ફક્ત બસો મુસ્લિમની વસ્તી જ આઝાદી સમયે હતી અને ધરતીકંપ થયા પછી એવું પરિવર્તન આવ્યું કે ત્યાંના લોકોએ સરપંચ છે
દેશની સુરક્ષા માટે જોખમ ઊભું કરાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને સર્ટિફિકેટ આપ્યા અને ત્યાંની ડેમોગ્રાફી આખી ફેરવી નાખવામાં આવી. જ્યારે આજના દિવસમાં દ્વારકામાં 95 ટકા વસ્તી મુસ્લિમોની છે. મુસલમાન રહે એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ જે દબાણ (illegal construction demolition in dwarka)કર્યું છે તે ખોટું છે. આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. જ્યારે અમુક લોકોની વિરુદ્ધ ભાષાના ગુનાઓ હતા. તેમને પણ નામ બદલીને અત્યારે રહી રહ્યા છે, જ્યારે બેટ દ્વારકાને બેટ શરીફ આપવાનું આયોજન હતું. જ્યારે આમના છેડા પાકિસ્તાન સાથે પણ છે અને મોડી રાત્રે દરિયા કિનારેથી પાકિસ્તાન અને કરાચીમાં આંટાફેરા પણ થતા હોવાનું નિવેદન સરસ્વતી સ્વામીએ (Swami Parmanand Saraswati) આપ્યું છે. આમ, આ લોકો દેશની સુરક્ષા સામે જોખમ ઊભો કરતા હતા.