- પ્રથમ અઠવાડિયામાં 5.94 ટકા વરસાદ નોંધાયો
- 96 તાલુકામાં અડધો ઇંચ વરસાદ
- કુલ 171 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
ગાંધીનગર(Rain Update): રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 171 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 96 તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં 189 MM એટલે કે 7 ઈચથી વધુ વરસાદ તથા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં 150 MM એટલે કે 6 ઈંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 128 MM અને સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 124 MM એટલે કે 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
આ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો...
તાલુકા | વરસાદ(MM) |
ઓલપાડ | 95 |
મહેસાણા | 96 |
સુરત (શહેર) | 93 |
સરસ્વતી | 92 |
બરવાળા | 91 |
જલાલપોર | 88 |
પેટલાદ | 84 |
દાંતા | 81 |
રાધનપુર | 79 |
નેત્રંગ | 76 |
આ પણ વાંચો: Surat Rain Forecast: સુરત જિલ્લામાં આગામી બે દિવસ દરમ્યાન છૂટોછવાયો વરસાદ પાડવાની સંભાવના