ગાંધીનગર ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર આવતાની સાથે જ પોલીસ જવાનોએ ગ્રેડ-પે મામલે (gujarat police on grade pay) આંદોલન શરૂ કર્યું હતું. તેમજ ગુજરાત વિધાનસભાના પગથિયાંથી શરૂ થયેલા આંદોલન રાજ્યના તમામ જિલ્લાઓમાં ફેલાયું હતું, ત્યારે રાજ્ય સરકારે 14 ઓગસ્ટના રોજ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસના જવાનોને ગ્રેડ-પે નહીં પરંતુ એલાઉન્સ અને પેકેજ આપવાની જાહેરાત કરી છે. દસ દિવસ સુધી ગૃહ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેને લઇને મીડિયામાં પણ અનેક સમાચારો વેતા થયા હતા. મહિનાના અંતે અચાનક ગૃહ વિભાગ દ્વારા સત્તાવારને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે DG ઑફિસથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે પોલીસ કર્મચારીઓ લાભ લેવો હશે તેઓએ એફિડેવિટ કરવી પડશે. જેમાં પોલીસ કર્મચારીની રોષ પ્રગટ થયો છે. રાજ્યકક્ષાના નિવેદન આપ્યું હતું કે આમાં પોલીસનું મોરલ નહીં તૂટે.
શુ કહ્યું હર્ષ સંઘવીએ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ એફિડેવિટ બાબતે નિવેદન આપ્યું હતું કે, આ એક સિસ્ટમનો ભાગ છે અને જે તે પોલીસ કર્મચારીને કોઈ ફરિયાદ હોય તો તે સિસ્ટમમાં રહીને ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત તેમના ઉપરી અધિકારી ડાક ફરિયાદના આધારે પણ ફરિયાદ કરી શકે છે. જ્યારે કોઈપણ પેકેજ આપવાનું હોય ત્યારે નાણા વિભાગ અને રાજ્ય સરકાર અમુક સિસ્ટમમાં રહીને કામ કરતી હોય છે અને તે પ્રકારની આ સિસ્ટમ લાગુ (Affidavit for grade pay) કરવામાં આવી છે.
પરિપત્રમાં કઈ બાબતનો કર્યો છે ઉલ્લેખગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક વહીવટી બ્રજેશકુમાર ઝા સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ કોન્સ્ટેબલરી સંવર્ગના કર્મચારીઓને ઠરાવમાં જણાવ્યા મુજબની જલદી શરતોને આધીન નાણાકીય લાભો મંજૂર કરવા જણાવેલ છે. જે બાબતથી જણાવ્યા મુજબ નિયત નમૂનાનું બાંહેધરી એફિડેવિટ સ્વરૂપે દરેક કર્મચારી પાસેથી વ્યક્તિગત લેવા માટેની સૂચના તમામ પોલીસવાળા પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રોજ સવારે 10:00 કલાકે જે તે અધિકારીઓએ કેટલી એફિડેવિટ તેઓને પ્રાપ્ત થઈ કેટલી એફિડેવીટ સ્વરૂપે બાંહેધરીની સંખ્યાની અરજી પ્રાપ્ત થઈ છે. કેટલી હજુ મેળવવાની બાકી છે અને અત્યાર સુધીમાં કુલ કેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. તે તમામ વિગત રોજ ગાંધીનગર મોકલવાની સૂચના પણ મોકલવામાં આવી છે.