- રાજ્ય સરકારે સૌર ઉર્જાને લઈને લોન્ચ કર્યો એક્શન પ્લાન
- કોરોનાની વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેનો અભ્યાસ અહેવાલ
- IIM અમદાવાદ – IIT ગાંધીનગરે તૈયાર કર્યો એક્શન પ્લાન
ગાંધીનગર: 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે (World Environment Day) રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પર્યાવરણને ધ્યાનમાં લઈને ‘સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ’ (state action plan on climate change) લોન્ચ કર્યું છે. જ્યારે, આ સમગ્ર એક્શન રિપોર્ટ IIM-અમદાવાદ અને IIT ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં, સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું ગાંધીનગરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:વડોદરા જિલ્લાના વેમાર ગામે એક ખેડૂતે બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું કર્યું વાવેતર
રાજ્યમાં ઇલેક્ટ્રીક વાહનો પર વિશેષ ભાર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે પર્યાવરણ જાળવણી રક્ષા માટે સૌર અને પવન ઊર્જા, ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ભાર આપ્યો છે. રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટ્સ શરૂ કરવાની મંજૂરીઓ હવે ન આપવા સાથે 9,000 મેગાવોટ પવન અને 5,000 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પન્ન કરી ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટને સાકાર કર્યુ છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં 30 ગીગાવોટ સૌર અને પવન ઊર્જાનું ઉત્પાદન કરીને આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે.
CNG વાહનોને આપવામાં આવ્યું પ્રોત્સાહન
રાજ્યમાં પ્રદૂષણમુકત યાતાયાત સુવિધાઓ માટે CNG વાહનોને તેમજ ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાય છે. 900 CNG ફિલીંગ સ્ટેશન ઊભા કરી વધુને વધુ લોકો CNG વાહનોનો વપરાશ કરે પ્રદૂષણ અટકે તેવી રાજ્ય સરકાર દ્વારા નેમ રાખવામાં આવી છે. ઇલેકટ્રીક વાહનોના વપરાશ માટે પણ પોલીસી ઘડી છે.