ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત હાઈકોર્ટ 7 જૂનથી ઓનલાઈન સુનવણી શરૂ કરશે

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાતા ગુજરાત હાઈકોર્ટ ફરી એક વખત રાબેતા મુજબ શરૂ કરવા તરફ આગળ વધી રહી છે. હાઈકોર્ટે તાજેતરમાં જ એક સર્ક્યુલર બહાર પાડીને આગામી 7 જૂનથી ઓનલાઈન સુનવણી કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાત હાઈકોર્ટ 7 જૂનથી ઓનલાઈન સુનવણી શરૂ કરશે
ગુજરાત હાઈકોર્ટ 7 જૂનથી ઓનલાઈન સુનવણી શરૂ કરશે

By

Published : Jun 2, 2021, 9:05 PM IST

  • ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
  • 7 જૂનથી ઓનલાઈન સુનવણી હાથ ધરાશે
  • હાલ માત્ર જાહેર હિતની અરજીની જ સુનવણી હાથ ધરાતી હતી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની કામગીરીને લઇને મહત્વનું સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આગામી 7મી જૂનથી ગુજરાત હાઇકોર્ટમાં તમામ કેસોની સુનાવણી ઓનલાઈન કરવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાની બીજા તબક્કાની શરૂઆત થતા અત્યાર સુધી માત્ર જાહેર હિતની અરજી ઉપર જ સુનાવણી કરવામાં આવી રહી હતી.

રાજ્યમાં કેસની સંખ્યામાં ઘટાડો

અહીં મહત્વનું છે કે, 6 એપ્રિલ 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટે સર્ક્યુલર બહારવાળી માત્ર જનહિત અરજી ઉપર સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. હાલ રાજ્યમાં કેસની સંખ્યામાં ઘટાડો થતાં આગામી 7 જૂનથી કોર્ટમાં અપ્રત્યક્ષ સુનવણી શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details