- ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડર માટે મળશે લાભ
- દૂધ ઉત્પાદક-પશુપાલકોના વ્યાપક હિતમાં મુખ્યપ્રધાનનો નિર્ણય
- ફ્રેઈટ ઓન બોર્ડ FOB ભાવ પ્રતિ કઈ.કિ ગ્રામ રૂપિયા 20 વધારાયા
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યપ્રધાને હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180ને 200રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે યોજનાની અવધિમાં વધારો કરવા કરી હતી વિનંતી
રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવામાંં આવતી નિકાસ સહાય મંજૂર કરે છે. આ જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂપિયા 50 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂપિયા 150 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવી હતી. રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરીને FOB (ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિ કિલો રૂપિયા 180ને 200 કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી.