- રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાબતે આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં
- એપ્રિલ માસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ જૂનમાં કરાયા ડિક્લેર
- કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે જાહેર કર્યા હતા ડેલ્ટા વેરિયન્ટના કેસ
ગાંધીનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પણ ડેલ્ટા પલ્સ (Delta Plus Variant) ને વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant of Concern) જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે, કેન્દ્રની આરોગ્ય ટિમ દ્વારા 25 જૂનના રોજ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં પણ ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (Delta Plus Variant in Gujarat) ના 2 કેસ હોવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ 2 કેસ સુરત અને બરોડાના હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે, રાજ્ય સરકારે 2 મહિના સુધી આ વાત દબાવી રાખી હોવાની પણ સચિવાલયમાં ચર્ચાઓ ઉઠી હતી. જ્યારે જીનોમ સિક્વન્સ ( Genome Sequence )માં ફક્ત 10 જ દિવસમાં પરિણામ આવે છે. આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો સચિવાલયમાં ઉભા થયા હતા.
સરકારે 2 મહિના કેસની વિગતો છુપાવી
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે રેન્ડમ્લી સેમ્પલ લઇને રાજ્યના આરોગ્ય વિભાગ ( Health Department Gujarat) દ્વારા કોરોનાનો નવો વેરિએન્ટ બાબતે તપાસ કરવામાં આવી હતી. જેના, અંતે બરોડા અને સુરતમાંથી કોરોના વાઇરસનો ડેલ્ટા પલ્સ વેરિયન્ટ સામે આવ્યો હતો. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ દ્વારા 2 કેસ બાબતને જાહેરાત કરવામાં આવી હતી.
કોરોના વાઇરસ ડેલ્ટા પલ્સની કેસની વિગતો
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી નવા વેરિયન્ટ બાબતના કેસની વિગત સામે આવી છે. જેમાં સુરતના 27 વર્ષીય પુરુષ કે જે એપ્રિલ માસમાં પોઝિટિવ આવ્યા હતા તેમના સેમ્પલ સિક્વન્સ માટે પુના મોકલવામાં આવ્યા હતા. જેનું રીઝલ્ટ 25 જૂનના રોજ આવ્યું હોવાની જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે અત્યારે આ વ્યક્તિની તબિયત સ્થિર છે અને કોઈપણ પ્રકારના લક્ષણો પણ દેખાતા નથી.
બરોડા ખાતે 25 જૂને ડેલ્ટા પલ્સ વેરિયન્ટ નોંધાયો હતો