ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 626 નવા કેસ, 440 ડિસ્ચાર્જ, 19ના મોત

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનાં 626 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 440 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 19 દર્દીઓના મોત થયાં છે.

gujarat coronavirus update, gujarati news
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 626 નવા કેસ, 440 ડિસ્ચાર્જ, 19ના મોત

By

Published : Jun 29, 2020, 10:17 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 626 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 19 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 32023 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 440 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 626 નવા કેસ, 440 ડિસ્ચાર્જ, 19ના મોત

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 222, સુરત મહાપાલિકા વિસ્તારમાં 185, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 47, સુરત 21, પાટણ 20, અમદાવાદ 14 રાજકોટ, આણંદ 11-11, મહેસાણા, અમરેલી 10-10, સુરેન્દ્રનગર 9, ભરૂચ, અન્ય રાજ્ય 8-8, ખેડા 7, જામનગર કોર્પોરેશન, અરવલ્લી 6-6, ભાવનગર કોર્પોરેશન 4, વડોદરા, પંચમહાલ, ગીર સોમનાથ 3-3, રાજકોટ કોર્પોરેશન, કચ્છ, ગાંધીનગર, જુનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકા 2-2, જુનાગઢ કોર્પોરેશન, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, બોટાદ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યાં છે.

જ્યારે રાજ્યમાં 63 દર્દીઓ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. ગુજારાતમાં કોરોનાથી અત્યાર સુધી 1828 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 20656 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details