ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: નવા 1,404 પોઝિટિવ કેસ નોંધાયા, 1336 ડિસ્ચાર્જ, 12ના મોત

રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે. ત્યારે સોમવારે છેલ્લા 24 કલાકમાં નવા 1,404 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. આ સાથે 1,336 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Sep 28, 2020, 8:24 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો સવા લાખને પાર થઈ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1,404 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે 12 દર્દીનાં મોત થયા છે. જ્યારે 1,336 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,34,623 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 1,34,623
  • કુલ મોત - 3,431

ગુજરાત કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન 180, રાજકોટ કોર્પોરેશન 106, સુરત 126, વડોદરા કોર્પોરેશન 102, જામનગર કોર્પોરેશન 73, બનાસકાંઠા 35, મહેસાણા 43, વડોદરા 39, રાજકોટ 42, કચ્છ 37, અમદાવાદ 30, ભરૂચ 29, સુરેન્દ્રનગર 29, અમરેલી 27, મહીસાગર 27, પાટણ 26, ગાંધીનગર 22, જામનગર 22, પંચમહાલ 22, ગાંધીનગર કોર્પોરેશન 18, મોરબી 18, જૂનાગઢ 17, ભાવનગર 16, જૂનાગઢ કોર્પોરેશન 16, ભાવનગર કોર્પોરેશન 13, આણંદ 13, દાહોદ 13, ગીર સોમનાથ 13, સાબરકાંઠા 12, ખેડા 11, નર્મદા 10, નવસારી 9, તાપી 8, બોટાદ 7, દેવભૂમિ દ્વારકા 6, અરવલ્લી 5, પોરબંદર 2 અને વલસાડમાં 3 કેસ સામે આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

જ્યારે 91 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3,431 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં 36,456 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 126 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 302 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details