ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમા કોરોનાનાં નવા 1334 પોઝિટિવ કેસ નોંઘાયા, 17ના મોત - ગુજરાતમાં કોરોનાના કેસ

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો ગયો છે, ત્યારે 24 કલાકમાં નવા 1334 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં 24 કલાકની અંદર 17 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

કોરોના
કોરોના

By

Published : Sep 14, 2020, 7:45 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો ગયો છે, ત્યારે 24 કલાકમાં નવા 1334 કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાઇરસના કારણે ગત 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,14,996 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 1,255 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમા કોરોનાનાં નવા 1334 કેસ

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ગત 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન 149, રાજકોટ કોર્પોરેશન 98, સુરત 102, વડોદરા કોર્પોરેશન 90, જામનગર કોર્પોરેશન 101, રાજકોટ 53, વડોદરા 41, પાટણ 35, કચ્છ 30, અમરેલી 28, બનાસકાંઠા 28, પંચમહાલ 28, અમદાવાદ 26, ભાવનગર કોર્પોરેશન 25, મોરબી 25, ગાંધીનગર 24, દાહોદ 23, જૂનાગઢ 21, મહેસાણા 20, ભરૂચ 19, જામનગર 19, સુરેન્દ્રનગર 19, જૂનાગઢ કોર્પોરેશન 18, તાપી 18, ગાંધીનગર કોર્પોરેશન 15, ગીર સોમનાથ 15, નવસારી 14, સાબરકાંઠા 11, મહીસાગર 10, ભાવનગર 8, બોટાદ 8, અરવલ્લી 7, ખેડા 6, નર્મદા 6, છોટાઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, આણંદ 3, પોરબંદર 2, વલસાડ 2 અને ડાંગમાંથી કોરોનાના 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

આ ઉપરાંત 93 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3230 લોકોના મોત થયાં છે, જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 33,900 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત સોમવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ સામે આવ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 102 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 278 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details