ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નવા 1272 કેસ, 1050 ડિસ્ચાર્જ, 14 મોત, કુલ 92,601 કેસ
રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 90 હજારને વટાવી ગયો છે. 24 કલાકમાં નવા 1272 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલા 17 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92,601 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 1050 દર્દીઓને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી.
ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 178, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 145, વડોદરા કોર્પોરેશન 97, સુરત 92, રાજકોટ કોર્પોરેશન 82, જામનગર કોર્પોરેશન 81, ભાવનગર કોર્પોરેશન 37, વડોદરા 35, પંચમહાલ 30, રાજકોટ 30, અમરેલી 28, ભાવનગર 28, મોરબી 26, ગાંધીનગર 25, ગીર સોમનાથ 24, અમદાવાદ 23, બનાસકાંઠા 23, કચ્છ 22, ભરૂચ 21, મહેસાણા 19, વલસાડ 18, આણંદ 16, પાટણ 16, દાહોદ 15, દેવભૂમિ દ્વારકા 15, જૂનાગઢ કોર્પોરેશન 14, નવસારી 14, ગાંધીનગર કોર્પોરેશન 13, ખેડા 13, નર્મદા 12, જામનગર 11, જૂનાગઢ 11, છોટાઉદેપુર 9, મહીસાગર 9, સુરેન્દ્રનગર 8, બોટાદ 7, અરવલ્લી 6, સાબરકાંઠા 6, તાપી 6, પોરબંદર 5 અને ડાંગમાં 2 કેસ સામે આવ્યાં છે.