ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાનાં નવા 1410 કેસ નોંધાયા, 1293 ડિસ્ચાર્જ, 16ના મોત, કુલ કેસ 120498 - Corona virus

રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમમાં નવા 1410 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા વધુ 16 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,20,498 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

corona
રાજ્યમાં કોરોનાનાં નવા 1410 કેસ નોંધાયા

By

Published : Sep 18, 2020, 8:23 PM IST

ગાધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમમાં નવા 1410 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા વધુ 16 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,20,498 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1293 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 152, રાજકોટ કોર્પોરેશન 98, સુરત 110, વડોદરા કોર્પોરેશન 94, જામનગર કોર્પોરેશન 104, બનાસકાંઠા 48, મહેસાણા 47, રાજકોટ 46, વડોદરા 41, કચ્છ 34, મોરબી 30, પંચમહાલ 28, પાટણ 27, અમરેલી 26, ભરૂચ 26, ગાંધીનગર 25, જામનગર 25, ગાંધીનગર કોર્પોરેશનની 23, અમદાવાદ 21 જુનાગઢ કોર્પોરેશન 21, ભાવનગર કોર્પોરેશન 20, ભાવનગર 16, દાહોદ 16, જુનાગઢ 16, સાબરકાંઠા 16, ગીર સોમનાથ 14, સુરેન્દ્રનગર 13, ખેડા 12 મહીસાગર 11 આણંદ 11, બોટાદ 10, નર્મદા 9, દેવભૂમિ દ્વારકા 8, અરવલ્લી 7, પોરબંદર 7, છોટાઉદેપુર 6, નવસારી 5, તાપી 5, વલસાડ 4 અને ડાંગમાં 2 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાનાં નવા 1410 કેસ નોંધાયા

રાજ્યમાં હાલ 98 દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે, તેમજ અત્યાર સુધીમાં 3289 લોકોના મોત થયાં છે. અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 34,581 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ સામે આવ્યાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 110 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 286 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details