રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા 1,305 કેસ, 1141 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ 99,050
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 90 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1305 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 12 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 99050 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતાં ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1141 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 149, વડોદરા કોર્પોરેશન 89, સુરત 89, રાજકોટ કોર્પોરેશન 89, જામનગર કોર્પોરેશન 125, રાજકોટ 54, વડોદરા 36, પંચમહાલ 34, ભાવનગર કોર્પોરેશન 27, અમરેલી 26, જામનગર 25, મહેસાણા 24, ભરૂચ 23, ભાવનગર 21, ગાંધીનગર 21, અમદાવાદ 20, મોરબી 20, જૂનાગઢ કોર્પોરેશન 19, બનાસકાંઠા 18, ગાંધીનગર કોર્પોરેશન 17, કચ્છ 17, દાહોદ 15, ગીર સોમનાથ 15, વલસાડ 14, દેવભૂમિ દ્વારકા 13, બોટાદ 12, આણંદ 11, જૂનાગઢ 11, ખેડા 10, નર્મદા 10, તાપી 10, છોટાઉદેપુર 9, નવસારી 9, પાટણ 9, સાબરકાંઠા 9, અરવલ્લી 8, મહીસાગર 8, સુરેન્દ્રનગર 7, ડાંગ 3 અને પોરબંદરમાં 3 કેસ સામે આવ્યાં છે.