ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Gujarat Cabinet Meeting) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં મુદ્દાની વાત કરીએ તો, રાજ્યમાં ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની (Discussion on drinking water in the cabinet meeting) અને મૂંગા પશુઓના ઘાસચારા બાબતે ખાસ સમીક્ષા અને ચર્ચા કરવામાં આવશે. સાથે જ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછત સર્જાઈ શકે છે તે બાબતે પણ ખાસ ચર્ચા થઇ શકે છે.
પીવાના પાણીની ચર્ચા -મળતી માહિતી મુજબ, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં (Gujarat Cabinet Meeting) પીવાના પાણીની વાત કરીએ તો રાજ્યના 40થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ટેન્કર પીવાનું પાણી પૂરું (Discussion on drinking water in the cabinet meeting) પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના જળાશયોમાં પણ 50 ટકાથી ઓછું પાણી અત્યારે સ્ટોકમાં છે. આમ, પીવાના પાણી બાબતની પણ ખાસ ચર્ચા કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) કરવામાં આવશે.
આ પણ વાંચો-Parshuram Jayanti 2022 : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ, ભક્તોમાં ઉત્સાહની લાગણી
પશુઓના ઘાસચારા બાબતે ચર્ચા -રાજ્યમાં 12 જૂન પછી ચોમાસાની સત્તાવાર જાહેરાત થાય છે. ત્યારે અત્યારે ઉનાળાની સિઝનમાં પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારાની કેવી પરિસ્થિતિ છે, કેટલો સ્ટોક છે અને જો સ્ટોકમાં ઘટાડો થઈ રહ્યો છે. તો કયા રાજ્યમાંથી પશુનો ઘાસચારો ગુજરાત સરકાર ખરીદી શકે તેમ છે. આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારાનો છે. ત્યારે વિતરણ અને કેટલા જિલ્લામાં કેટલો ઘાસચારો અત્યારે ઉપલબ્ધ છે. આ બાબતની વિગતો પણ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો-Gujarat Election 2022: શું ગુજરાત ખરેખર રાજકીય પ્રયોગશાળા છે, અગાઉ ક્યારે થયા હતા પ્રયોગ અને કેમ, આવો જાણીએ
મહત્વના પ્રોજેક્ટ બાબતે આયોજન -ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ભણકારા વાગી રહ્યા છે અને રાજકીય વર્તુળોમાં એવી વાત વહેતી થઈ છે કે, જ્યારે અથવા તો 5 મેએ ગુજરાત વિધાનસભા ભંગ થઈ રહી છે અને વડાપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે આ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) ગુજરાત રાજ્યમાં મહત્ત્વના પ્રોજેક્ટો કે, જે સીધા રાજ્યની જનતાને અસર કરતા હોય તેવા પ્રોજેક્ટો બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા બજેટ સત્રમાં રાજ્ય સરકારે અનેક એવી યોજનાઓની જાહેરાત કરી છે. ત્યારે ચૂંટણીમાં લાભ લેવા માટે રાજ્ય સરકાર દ્વારા આવા પ્રોજેક્ટ તો તાત્કાલિક ધોરણે શરૂ કરવાની નિર્ણય પણ કેબિનેટ બેઠકમાં લઈ શકે છે.