ગુજરાત

gujarat

ETV Bharat / city

આતંકવાદ વિરુદ્ધ ગુના નિયંત્રણ માટે વિરોધ પક્ષ સરકાર સાથે : વિરજી ઠુંમર

ગુજરાત વિધાનસભા અંતિમ સત્રમાં સરકાર દ્વારા આંદોલન કરી બને તેટલું સમેટાય તે અંગે નિર્ણયો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે રાજ્યમાં ડ્રગ્સ, ગુનાખોરી, આતંકવાદ જેવી બાબત (GUJCTOC Amendment Bill pass) પર વધુ અંકુશ લાંબી શકાય તે માટે ગુજસીટોક સુધારવિષયક બિલ સર્વનું માટે પસાર કરવામાં આવ્યું હતું.(gujarat assembly session 2022)

આતંકવાદ વિરુદ્ધ ગુના નિયંત્રણ માટે વિરોધ પક્ષ સરકાર સાથે : વિરજી ઠુંમર
આતંકવાદ વિરુદ્ધ ગુના નિયંત્રણ માટે વિરોધ પક્ષ સરકાર સાથે : વિરજી ઠુંમર

By

Published : Sep 22, 2022, 9:24 AM IST

ગાંધીનગર ગઈકાલે 14મી ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્ર મળ્યું હતું. ગુજરાતમાં આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો હતો. તેમજ કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. જેમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. (Crime Control Amendments in Legislative Session)

આતંકવાદ વિરુદ્ધ ગુના નિયંત્રણ માટે વિરોધ પક્ષ સરકાર સાથે

આંતકવાદ વિરોધ માટે કોંગ્રેસ સરકારની સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમર (Virji Thummar in the assembly session) જણાવ્યું હતું કે, હાલની રાજ્ય સરકારે આતંકવાદ વિરુદ્ધ ગુના નિયંત્રણ અધિનિયમ 2015ના સુધારા વિષયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષ તરીકે અમે સરકારને ટેકો આપ્યો છે. આતંકવાદી પ્રવૃત્તિ ન થાય ગુજરાત કોંગ્રેસ કટિબદ્ધ છે. એટલે સર્વાનુમતે બીલ પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયા પછી (GUJCTOC Amendment Bill) ઘણું વેચાઈ ગયું છે. જેના કારણે ગુજરાતમાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. તેને બચાવવા માટે સરકારે આગળ આવવું જોઈએ.

ગુજરાતમાં ડ્રગ્સ બનેશેવધુમાં જણાવ્યું હતું કેગુજરાતમાં 21000 કરોડનું ડ્રગ્સ મુદ્રા અને પીપાવાવ માંથી પકડાય છે. પ્રધાન દિલ્હી અને હરિયાણાની વાત કરે છે. આજે ડ્રગ્સ અફઘાનિસ્તાન એ પાકિસ્તાનમાંથી ડ્રગ્સ આવે છે. તેવા દાવા થતા હતા, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે. લઠ્ઠાકાંડના નામે કેમિકલ કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો વેપાર ચાલી રહ્યો છે. જેના કારણે વાઇબ્રન્ટ ગુજરાત આજે નસીલ ગુજરાત બની ગયું છે. gujarat assembly session 2022, gujarat assembly monsoon session 2022

ABOUT THE AUTHOR

...view details