- રાજ્યમાં આ રવિવારે ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી
- ચૂંટણી પહેલા 1,167 સરપંચ બિનહરીફ જાહેર થયા
- ગૃહ અને આરોગ્ય વિભાગે ચૂંટણીની તૈયારી અંગે યોજી બેઠક
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી રવિવારે (19 ડિસેમ્બરે) ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પહેલા જ 1,167 સરપંચ બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી આયોગે પત્રકાર પરિષદ (Election Commission Press Conference) યોજી માહિતી આપી હતી તો આજે ગાંધીનગરમાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની તૈયારી અંગે એક બેઠક (Department of Home and Health preparations for the election) યોજાઈ હતી.
આ પણ વાંચો-Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી
રાજ્યમાં કુલ 1.82 કરોડ મતદાર કરશે મતદાન
રાજ્યમાં કુલ 23,097 મતદાન મથકો પર મતદાન થશે. જ્યારે રાજ્યના કુલ 1,82,15,013 મતદારો મતદાન કરશે. રાજ્યમાં શાંતિથી ચૂંટણી યોજાય તે માટે ગૃહ વિભાગે વ્યવસ્થા કરી છે. તો વર્તમાન પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગે પણ મતદાન મથક પર વિશેષ વ્યવસ્થા કરી છે. તો આ અંગે આજે ગાંધીનગરમાં ગાંધીનગરમાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની તૈયારી અંગે એક બેઠક યોજાઈ (Department of Home and Health preparations for the election) હતી. ગૃહ વિભાગે ચૂંટણીમાં કોઈ પણ ભય વિના તેમ જ પક્ષપાત વિના લોકો મત આપી શકે તે માટે ધ્યાન રાખ્યું છે.
આ પણ વાંચો-Gram Panchayat Election 2021: મોરબીના નારણકા ગામે ચૂંટણીના મેદાનમાં દેરાણી, જેઠાણી સામસામે
ગ્રામ પંચાયતોમાં રવિવારે જામશે જંગ
તો આ રવિવારે ગ્રામ પંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી અને અંદાજિત 78,702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. જ્યારે 19 ડિસેમ્બરે મતદાન અને 20 ડિસેમ્બરે (જરૂર જણાય તો) મતદાન થશે. આ ઉપરાંત 21 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે. જ્યારે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પૂર્ણ થશે.