ગાંધીનગર:ગુજરાતના મુખ્યપ્રધાન(Chief Minister of Gujarat) ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે ત્યારે પ્રથમ વખત ખેડૂતો જણસીના વાવેતર કરે તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ની જાહેરાત કરવામાં આવી છે જેથી ખેડૂતો ટેકાના ભાવ જાણીને પોતાના ખેતરમાં જે તે જણસી વધુ ઉત્પન્ન કરીને વધુ નફો મેળવી શકે.
આ પણ વાંચો:Support price plan: ઘઉંના ટેકાના ભાવ જાહેર ન થતાં કચ્છના ખેડૂતો મૂંઝવણમાં
ખેડૂતો માટે ટેકાના ભાવની જાહેરાત -કેબિનેટ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ સીઝન 2020 ના મુખ્ય 14 પાકોને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. તેના ભાવ માટે ખેડૂતો વારંવાર ગુજરાત સરકાર અથવા તો ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા. જેના ભાગરૂપે ગુજરાત સરકારે વર્ષ 2022ના પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની વાવણી પહેલાં સમયસર જાહેર કરવામાં આવ્યા છે. આમ રાજ્યના ખેડૂતોની આવક બમણી(For More Profit of the Farmer) થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરનારાઓને તેમજ ઉપજ પર વળતર ક્ષમ ભાવ મળે અને પાકના વાવેતર અને સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા 50 ટકાથી 85 ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે.
સરકાર જુલાઈના શરુમાં કરશે ગુજરાત વિકાસ યાત્રા, ખેડૂત વાવણી કરે તે પહેલાં સરકારે જાહેર કર્યા જણસીના ટેકાના ભાવ સરકાર કરશે વંદે ગુજરાત વિકાસ યાત્રા - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓની જોવા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક જુલાઈથી 15 જુલાઇ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ અને શેરી કક્ષાએ યોજાશે. આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, રાજ્યના મુખ્ય પ્રધાન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં યોજાનારી આ વંદે ગુજરાત વિકાસયાત્રામાં 80 જેટલા ગ્રંથો તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ટોચના 10 ગામોમાં પરિભ્રમણ કરશે. દરેક જિલ્લાઓમાં 10 ગામનું ક્લસ્ટર બનાવીને પ્લાન જિલ્લા કક્ષાએથી તૈયાર કરવામાં આવશે. આમ 15 દિવસ યોજાનારી આ યાત્રામાં ઝોન મુજબ વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયમિત કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા કક્ષાએ આ યાત્રાનું નેતૃત્વ મંત્રીમંડળના સભ્યો, સંસદ સભ્યો ધારાસભ્યો સહિત પદાધિકારીઓ કરશે.
ધારાસભ્યોને લ્હાણી કરાઈ - પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી વધુમાં જાહેરાત કરી હતી કે, રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્ય તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોને હાથ ધરી શકાય. તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય મોટા શહેરના ધારાસભ્યોને કરવામાં આવ્યો છે. તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા 86 કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે આ જોગવાઈ બજેટ સત્રમાં પણ કેબિનેટ કક્ષાના પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:ટેકાના ભાવ અંગે કિસાન સંઘે સરકાર સાથે બેઠક યોજી, શું થયું જાણો...!
21 જૂને યોગ દિવસની ઉજવણી - 21 જૂનને વિશ્વ યોગ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે કેબિનેટ બેઠકમાં યોગ દિવસની ઉજવણી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દિવસની ઉજવણી છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે થઇ નથી. આ વર્ષે સમગ્ર દેશમાં વિશાળ જન ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના દરેક ગામ તાલુકા શહેર મહાનગરપાલિકા પાલિકા તેમજ દરેક વોર્ડ સાથે સાથે દરેક શાળા, કોલેજો, યુનિવર્સિટી, આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન, જેલ અને શક્ય તેટલા જાહેર સ્થળોએ અંદાજે સવા કરોડથી વધુ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક અને પ્રવાસના સ્થળો, શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(International Yoga Day) ઉજવણીની થીમ માનવતા માટે યોગ નું સૂત્ર પણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં(GMDC Ground Ahmedabad) કરવામાં આવશે.